મેનુ

રાજમા એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી

Viewed: 19173 times
rajma

રાજમા એટલે શું?

નામ સૂચવે છે તેમ, રાજમાનો આકાર કિડની જેવો હોય છે, જેનો રંગ લાલ ભૂરા રંગનો અને જાડી છાલનો હોય છે. તેનો સ્વાદ થોડો મીઠો, મીઠી સુગંધ અને ચાવેલું પોત સાથે મજબૂત હોય છે. રાજમાનો ઉપયોગ મેક્સીકન રસોઈમાં અને ઘણી ભારતીય વાનગીઓમાં પણ વ્યાપકપણે થાય છે. તે પંજાબી ભોજનમાં ખૂબ જ લોકપ્રિય છે.

 

 

ભારતીય રસોઈમાં રાજમાનો ઉપયોગ.  Uses of Rajma in Indian Cooking:

 

 

રાજમા કરી રેસીપી | પંજાબી રાજમા મસાલા | રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા મસાલા | rajma curry in Gujarati |

 

 

રાજમા ઢોકળા | સ્વસ્થ રાજમા ઢોકળા |

 

  

 

રાજમાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of rajma, kidney beans in Gujarati)

એક કપ રાંધેલા રાજમા તમારી દૈનિક મેગ્નેશિયમ આવશ્યકતાઓનો 26.2% હોય છે. રાજમા એક કોમ્પ્લેક્સ કાર્બ છે અને ફાઇબરથી સમૃદ્ધ છે જે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. રાજમા પોટેશિયમથી સમૃદ્ધ છે જે હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે મહત્વનું છે કારણ કે તે સોડિયમની અસરને ઓછું કરે છે. ફાઈબરથી ભરપુર ખોરાક હોવાને કારણે રાજમા ખાવાનું મધૂમેહના દર્દીઓ માટે સારું છે. રજમાના 10 સ્વાસ્થ્ય લાભો માટે અને તમે તેને કેમ ખાવું જોઈએ તે માટે અહીં જુઓ.

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના રાજમા ,Rajma, Red Kidney Beans

 

 

રાજમા નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 29 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે

અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. રાજમા જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.


 

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ