મેનુ

You are here: Home> લો કેલરી મેદુ વડા રેસીપી

લો કેલરી મેદુ વડા રેસીપી

Viewed: 2383 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Low Calorie Medu Vada - Read in English
लो कैलरी मेदू वड़ा रेसिपी - हिन्दी में पढ़ें (Low Calorie Medu Vada in Hindi)

Table of Content

લો કેલરી મેદુ વડા રેસીપી | નોન ફ્રાઈડ મેદુ વડા | મેદુ વડા અપ્પમ | હેલ્ધી અડદ દાળના અપ્પે | low calorie medu vada in gujarati | with 25 amazing images.

ઓછી કેલરી ધરાવતા મેદુ વડા એ અડદની દાળમાંથી બનેલા નોન-ફ્રાઈડ વડા છે. હેલ્ધી અડદ દાળના અપ્પે બનાવવાની રીત જાણો.

મોટાભાગના લોકો માટે, જ્યારે તેઓ દક્ષિણ ભારતીય ભોજન વિશે વિચારે છે, ત્યારે અડદની દાળમાંથી બનાવેલા મેદુ વડા મનમાં આવે છે. જો કે, ખીરાને ડીપ ફ્રાય કરવાથી જે વધારાની કેલરી વધારો થાય છે, તે સમસ્યાનું કારણ બની શકે છે.

આવી સ્થિતિમાં, તમે ઓછા તેલમાં રાંધેલા અપ્પેના મોલ્ડમાં રાંધેલા આ ઓછી કેલરી વેરિઅન્ટને અજમાવી શકો છો. થોડો ગરમ સાંભાર તૈયાર રાખો અને સ્વસ્થ વડા તૈયાર થતાં તરત જ તેમાં ડુબાડો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઓછા તેલમાં રાંધવામાં આવતા લો કેલરી મેદુ વડા સમય જતાં સખત થઈ જાય છે.

લો કેલરી મેદુ વડાને સાંભાર સાથે પીરસવું એ બમણું આનંદદાયક છે અને ચટણી માટે હેલ્ધી કોકોનટ ચટણી અજમાવી જુઓ. ઓછી કેલરીવાળા મેદુ વડા ફોલિક એસિડ, ફોસ્ફરસ, વિટામિન બી1, ફાઈબર, પ્રોટીનથી ભરપૂર હોય છે.

લો કેલરી મેદુ વડા માટે ટિપ ૧. અડદની દાળ સ્ટીકી હોવાથી તમારે પહેલા ચમચીને નવશેકા પાણીમાં ડુબાડવાની જરૂર પડશે. પછી એક ચમચી બેટર લો અને તેને અપ્પે મોલ્ડ પર મૂકો. જ્યારે બેટર રેડવા માટે ચીકણું થઈ જાય ત્યારે ચમચીને નવશેકા પાણીમાં ડુબાડવાની પ્રકીયા ફરી ફરી કરતા રહો.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

લો કેલરી મેદુ વડા માટે

પીરસવા માટે

     

વિધિ
લો કેલરી મેદુ વડા માટે
  1. લો કેલરી મેદુ વડા બનાવવા માટે, અડદની દાળને સાફ કરી, ધોઈ ઓછામાં ઓછા ૩ કલાક માટે પૂરતા પાણીમાં પલાળીને રાખો. પછી તેને સારી રીતે નીતારી લો.
  2. અડદની દાળ, લીલા મરચાં, કાળા મરી, કડી પત્તા, આદુ, મીઠું અને ૧/૨ કપ પાણીની સાથે હજી ૨ ટેબલસ્પૂન મિક્સરમાં ભેગું કરો અને સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો.
  3. અપ્પે મોલ્ડને મધ્યમ તાપ પર ગરમ કરો અને તેને ૧/૪ ટી-સ્પૂન તેલ વડે ગ્રીસ કરો.
  4. દરેક મોલ્ડમાં એક ચમચ ખીરૂ રેડો.
  5. મધ્યમથી ધીમા તાપ પર ૨ મિનિટ સુધી રાંધો. બ્રશનો ઉપયોગ કરીને અપ્પેને તેલથી ગ્રીસ કરો. ફ્લિપ કરો.
  6. ફરીથી મધ્યમથી ધીમા તાપ પર ૧ ૧/૨ મિનિટ સુધી રાંધો.
  7. બ્રશ વડે એપ્પને વધુ એક વાર ગ્રીસ કરો.
  8. ફ્લિપ કરો અને બંને બાજુ મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધો જ્યાં સુધી તેઓ ગોલ્ડન બ્રાઉન થાય.
  9. સંભાર અથવા ચટણીમાં બોળીને લો કેલરી મેદુ વડાને | નોન ફ્રાઈડ મેદુ વડા | મેદુ વડા અપ્પમ | હેલ્ધી અડદ દાળના અપ્પે | તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ