You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > કાંચીપૂરમ ઇડલી
કાંચીપૂરમ ઇડલી

Tarla Dalal
02 January, 2025


Table of Content
કાંચીપૂરમ ગામ સાડી માટે તો પ્રખ્યાત છે, તે ઉપરાંત તે બીજી એક વસ્તુ એટલે કે ઇડલી માટે પણ પ્રખ્યાત છે. આ એક સ્વાદિષ્ટ મધુર વાનગી છે, જેનું નામ પણ તામીલનાડુના એક નાના ગામ પરથી જ પડ્યું છે. આ વાનગી ભગવાન શ્રી વર્ધારાજ સ્વામીના મંદીરમાં નૈવેદ તરીકે અર્પણ કરવામાં આવે છે. સ્વાદના રસીયાઓ આ કાંચીપૂરમ ઇડલીનો પ્રસાદ વેચાતો લેવા માટે મોટી કતારમાં કષ્ટ ભોગવીને ઊભા રહેવા તૈયાર હોય છે. ખરેખર ઝીણવટથી તૈયાર કરેલી આ ઇડલીમાં માફકસરના મસાલા મેળવીને એવી તૈયાર કરવામાં આવે છે કે તેની સોડમથી જ મોઢામાં પાણી છુટી જશે. અહીં તમારા રસોડામાં આવી મજેદાર ઇડલી બનાવવાની રીત જણાવી છે જેમાં ખીરાને ઇડલીના પાત્રમાં રેડીને ઇડલી તૈયાર કરવામાં આવે છે, પણ પારંપારીક શૈલીમાં તો તે નાની નાની કટોરીમાં કે પછી મોટા ગોળ વાસણમાં બનાવીને તેના ચોરસ કે ત્રિકોણ ટુકડા કરવામાં આવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ અડદની દાળ (urad dal)
1/2 કપ ઉકળા ચોખા (parboiled rice (ukda chawal)
1/2 કપ ચોખા (chawal)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 ટીસ્પૂન સૂંઠ (dried ginger powder (sonth)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
3 કાળી મરી (black peppercorns (kalimirch)
1 ટીસ્પૂન તલનું તેલ
1 ટેબલસ્પૂન ઘી (ghee)
1/2 ટેબલસ્પૂન ચણાની દાળ (chana dal)
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/2 ટીસ્પૂન અડદની દાળ (urad dal)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટેબલસ્પૂન સમારેલા કાજૂ
તેલ ( oil ) , ચોપડવા માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં અડદની દાળ સાથે જરૂરી પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને પલાળવા માટે ૪ કલાક બાજુ પર રાખો.
- બીજા એક ઊંડા બાઉલમાં અર્ધઉકાળેલા ચોખા અને કાચા ચોખા સાથે જરૂરી પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને પલાળવા માટે ૪ કલાક બાજુ પર રાખો.
- હવે પલાળેલી અડદની દાળ ધોઇને નીતારી લીધા બાદ મિક્સરમાં લગભગ ૩/૪ કપ પાણી સાથે ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી, પેસ્ટને બીજા એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
- તે પછી અર્ધઉકાળેલા ચોખા અને કાચા ચોખાને ધોઇને નીતારી લીધા બાદ મિક્સરમાં લગભગ ૧/૨ કપ પાણી સાથે ફેરવીને અર્ધકચરી પેસ્ટ તૈયાર કરીને આ પેસ્ટને આગળ તૈયાર કરેલી અડદની દાળની પેસ્ટ સાથે મેળવી લો. તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને ઢાંકીને આથો આવવા માટે ઠંડી જગ્યા પર ૧૦ થી ૧૨ કલાક રાખી મૂકો.
- આથો તૈયાર થયા પછી, તેમાં હળદર અને સૂંઠ મેળવી સારી રીતે મિક્સ કરી મિશ્રણને બાજુ પર રાખો.
- હવે એક ખાંડણીમાં જીરૂ અને કાળા મરી ઉમેરીને પરાઇ વડે અર્ધકચરો પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.
- એક નાના નૉન-સ્ટીક પૅનમાં તલનું તેલ તથા ઘી ગરમ કરી, તેમાં ચણાની દાળ નાંખી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં રાઇ, અડદની દાળ, જીરા અને મરીનો પાવડર અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાજુ અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વઘારને ખીરામાં ઉમેરી સારી રીતે મિક્સ કરીને એક ચમચા જેટલું ખીરૂ ઇડલીના દરેક તેલ ચોપડેલા મોલ્ડમાં રેડી લો.
- આ મોલ્ડને ઇડલી બાફવાના પાત્રમાં મૂકી ૧૦ મિનિટ સુધી ઇડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- આ જ રીતે બાકી રહેલા ખીરા વડે બીજી વધુ ઇડલી તૈયાર કરો.
- દરેક ઇડલીને થોડી ઠંડી પાડ્યા પછી મોલ્ડમાંથી કાઢી લો.
- કોલંબૂ પાવડર અને નાળિયેરની ચટણી સાથે પીરસો.