બેક્ડ ચીઝકેક | Indian Style Eggless Baked Yoghurt Cheesecake
તરલા દલાલ દ્વારા
Added to 934 cookbooks
This recipe has been viewed 5563 times
સામાન્ય રીતે બધી વસ્તુઓ ભેગી કરીને ચીઝકેક બનાવવામાં આવે છે, જ્યારે આ બેક્ડ ચીઝકેક તે રીતથી થોડું અલગ છે. અહીં ભૂક્કો કરેલા બિસ્કીટનું પડ બનાવી તેની ઉપર શાહી ચીઝકેકનું મિશ્રણ પાથરીને બેક કરવામાં આવ્યું છે.
બેક કરવાથી ચીઝકેકના મિશ્રણના સ્વાદમાં પણ વધારો થાય છે, જે મુખ્યત્વ પનીર અને અન્ય દૂધની વસ્તુઓના સંયોજનની સાથે તેમાં મેળવેલી કિસમિસ અને મસાલા દ્વારા મળી રહે છે. આમ, આ મોઢામાં મૂક્તાની સાથે પીગળી જાય એવો આ ચીઝકેકનો મોહક સ્વાદ તમને લાંબો સમય યાદ રહે તેવો તૈયાર થાય છે.
આ ચીઝકેકની ઉપર ચોકલેટ સૉસનું ટોપીંગ બનાવી ટી પાર્ટી માં અથવા ડેઝર્ટ તરીકે પણ પીરસી શકાય છે.
Method- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળ લૂઝ બૉટમ કેક ટીન (loose bottam cake tin)માં પાથરીને સારી રીતે દબાવી લો.
- આમ તૈયાર થયેલા કેક ટીનને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.
ચીઝકેકના મિશ્રણ માટે- મિક્સરના જારમાં કિસમિસ સિવાયની બાકી બધી વસ્તુઓ મેળવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં કિસમિસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
આગળની રીત- હવે તેયાર કરેલું ચીઝકેકનું મિશ્રણ બિસ્કીટના જામી ગયેલા પડ પર સરખા પ્રમાણમાં પાથરીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
- તેને સહજ ઠંડું પાડ્યા પછી તરત જ પીરસો.
Other Related Recipes
બેક્ડ ચીઝકેક has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
shreya_the foodie,
December 02, 2010
It takes real educated effort to make cheesecake! And its really disappointing if it doesnt work out in the end! But with the help of this recipe, I made a beautiful cheesecakes. The crust was crumbly and buttery! A killer dessert.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe