You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી
રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
પચવામાં હલકા અને સ્વાદમાં કરકરા આ લોહતત્વ ધરાવતા ક્રેકર્સ સવારના નાસ્તા માટેની એક ઉત્તમ વાનગી છે. આ રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ વધારે સારા ગણાય એવા છે કારણકે તેમાં આરોગ્યદાઇ રાગી, ઓટસ્ અને ઘઉંના લોટની સાથે જેતૂનનું તેલ અને બીજા મસાલા મેળવવામાં આવ્યા છે.
જેતૂનનું તેલ આ ક્રેકર્સને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવી એક મજેદાર કરકરા સ્વાદનો અનુભવ કરાવે છે જે અન્ય ક્રેકર્સમાં વધુ પડતા માખણ અને અન્ય પ્રકારના તેલનો ઉપયોગ કરીને મળે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી બનાવવા માટે
1/2 કપ રાગીનો લોટ (ragi (nachni ) flour)
1/4 કપ ઓટસ્
1/2 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
2 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી બનાવવા માટે બધી સામગ્રી એક ઊંડા બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી જરૂરી પાણી વડે કઠણ કણિક તૈયાર કરો.
- આ કણિકના બે સરખા ભાગ પાડી લો.
- હવે કણિકના એક ભાગને સૂકા લોટની મદદ લીધા વગર ૨૦૦ મી. મી. (૮”)ના ગોળાકારમાં વણી લો.
- તે પછી તેના પર અણીદાર ચપ્પુ વડે થોડા-થોડા અંતરે કાંપા પાડીને ૫૦ મી. મી. X ૫૦ મી. મી. (૨” x ૨”)ના ચોરસ ટુકડા બનાવી લો. લગભગ ૧૨ ટુકડા થશે.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ કણિકના બીજા ભાગને પણ વણીને ૧૨ ટુકડા તૈયાર કરો.
- આમ તૈયાર કરેલા ટુકડાઓને તેલ ચોપડેલી ટ્રેમાં ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૨૫ થી ૩૦ મિનિટ સુધી અથવા તે બન્ને બાજુએથી કરકરા બને ત્યાં સુધી બેક કરી લો. લગભગ ૧૨ મિનિટ સુધી બેક કર્યા પછી તેને ઉથલાવી લેવા. આમ તૈયાર થયેલા ક્રેકર્સને ઠંડા થવા બાજુ પર રાખો.
- તરત જ પીરસો અથવા હવા બંધ બરણીમાં ભરીને જ્યારે તેનો સ્વાદ માણવો હોય ત્યારે માણો.