ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાત ની રેસીપી | Moong Sprouts, Tomato and Spinach Rice
તરલા દલાલ દ્વારા
Added to 105 cookbooks
This recipe has been viewed 5249 times
દક્ષિણ ભારતની ટમેટા ભાત એટલે મસાલાવાળા અને ખટાશ ધરાવતા આ ભાત ટીફીનમાં લઇ જઇ શકાય એવા તૈયાર થાય છે. આ પારંપારિક વાનગીમાં થોડો ફેરફાર કરી તેમાં ફણગાવેલા મગ, ટમેટા અને પાલક ઉમેરવામાં આવ્યા છે.
આ ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાતને બહુ ઓછા તેલ વડે તૈયાર કરવામાં આવ્યા છે જેથી તેમાં ચરબીનું પ્રમાણ ઓછું રહે. બ્રાઉન ચોખા, ફણગાવેલા મગ અને પાલક ફાઇબર ધરાવે છે એટલે પેટ જલદી ભરાઇ જશે અને વજનને દાબમાં રાખશે.
જમણમાં ફક્ત આ ભાત લૉ-ફેટ દહીં સાથે ખાવાથી બીજી કોઇ વસ્તુની જરૂર જ નહીં પડે અને આમ કેલરી પણ દાબમાં રહેશે.
મસાલા માટે- એક નાના નૉન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધી વસ્તુઓ ભેગી કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી અથવા તેની ખુશ્બુ પ્રસરવા માંડે ત્યાં સુધી સાંતળી લો.
- તેને થોડું ઠંડું થવા દો, તે પછી તેને મિક્સરમાં ફેરવી ઝીણું પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.
આગળની રીત- ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાત ની રેસીપી બનાવવા માટે, એક પેનમાં તાજુ ટમેટાનું પલ્પ અને હળદર પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ ૧ મિનિટ સુધી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
- હવે એક નૉન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તાં ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ફણગાવેલા મગ અને પાલક મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં રાંધેલું ટમેટાનું પલ્પ, રાંધેલા બ્રાઉન ચોખા અને મીઠું મેળવી, હળવેલી મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાત ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
November 08, 2014
Fibre and protien rich brown rice used to make Traditional South Indian rice....also using very little oil...loved it!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe