You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > કેરીનું રાઈતું
કેરીનું રાઈતું

Tarla Dalal
24 February, 2025


Table of Content
કેરીનું રાઈતું | મેંગો રાયતા | હેલ્ધી રાઈતા | રાયતા રેસીપી | mango raita recipe in Gujarati | with 9 amazing images.
આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આકેરીનું રાઈતું જ્યારે કેરીની ઋતુ ચાલતી હોય ત્યારે જરૂરથી બનાવવો. કેરીની મીઠાશ અને મલાઇદાર તાજા દહીંના સ્વાદ સાથે એલચીનો મજેદાર સ્વાદ આ રાઇતાને અદભૂત સ્વાદિષ્ટ બનાવે છે.
અહીં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે દહીં ખાટું ન હોય, નહીં તો રાઇતાનો સ્વાદ બગડી જશે. બીજી વાત એ કે કેરી પાકી અને મીઠી હોવી જરૂરી છે. તો આ સ્વાદિષ્ટ ઠંડા રાઇતાને પૂરી અથવા રોટી સાથે પીરસી કેરીની ઋતુમાં તેની મજા માણો.
ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા અને ફરાળી ઢોસા.
કેરીનું રાઈતું - Mango Raita recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ કેરીના ટુકડા
1 1/2 કપ દહીં (curd, dahi)
1 1/2 ટેબલસ્પૂન પીસેલી સાકર
1/4 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
વિધિ
- એક ઊંડા બાઉલમાં દહીં, પીસેલી સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરીને જેરી લો.
- તે પછી તેમાં પાકી કેરી મેળવી સારી રીતે મિક્સ કરીને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ રાખી મૂકો.
- ઠંડું પીરસો.