બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી | Banana Butterscotch Ice Cream
તરલા દલાલ દ્વારા
Added to 176 cookbooks
This recipe has been viewed 5994 times
નરમ અને રસદાર કેળા અને મધુર સુગંધ ધરાવતું બટરસ્કોચનું સંયોજન એટલે સ્વર્ગીય આનંદજ ગણાય અને તમે પણ તે કબૂલ કરશો આ આઇસક્રીમ ચાખીને.
કેળા તાકત અને જોમ પૂરનાર તો છે અને તેમાં ફળોના સ્વાદવાળી આઇસક્રીમ તેને વધુ મલાઇદાર બનાવે છે. અહીં યાદ રાખશો કે આઇસક્રીમ જ્યારે અડધી જામી ગઇ હોય ત્યારે જ તેમાં તૈયાર કરેલું પ્રાલીન ઉમેરવું જેથી તમને પ્રાલીનનું કરકરાપણું માણવા મળે. આ આઇસક્રીમ એમ જ પીરસી શકાય છે અથવા તેની પર સૂકો મેવો અને ફળો મૂકીને પણ તેનો આનંદ માણી શકાય છે.
Add your private note
બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી - Banana Butterscotch Ice Cream recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
પ્રાલીન માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર સાકરને ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકર પીગળવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી ગરમ કરી લો.
- તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં કાજુ અને માખણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને તેલ ચોપડેલી સપાટ જગ્યા પર પાથરી ઠંડું અને સખત થવા મૂકો.
- હવે તે જ્યારે સખત થઇ જાય, ત્યારે તેને ચપ્પુ વડે હળવેથી કાઢીને ખાંડણી-દસ્તા વડે તેનો અર્ધકચરો પાવડર બનાવીને હવાબંધ બરણીમાં ભરી રાખો.
આગળની રીત- બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં ૧/૨ કપ દૂધ અને કોર્નફ્લોર સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
- હવે બીજા એક નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલું ૨ કપ દૂધ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.
- તે પછી તેમાં કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- હવે આ મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે તેમાં તાજું ક્રીમ, કેળા, બટરસ્કોચ સૉસ અને બટરસ્કોચ ઍસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં ૬ કલાક અથવા આઇસક્રીમ અડધી જામી જાય ત્યાં સુધી રાખો.
- તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.
- હવે આ મિશ્રણને ફરીથી તે જ છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેમાં તૈયાર કરેલું પ્રાલીન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. તે પછી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં લગભગ ૧૦ કલાક સુધી અથવા આઇસક્રીમ બરોબર જામી જાય ત્યાં સુધી રાખો.
- તે પછી તેને સ્કુપ વડે તરત જ પીરસો.
Other Related Recipes
બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe