ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત | Khatta Dhokla, Gujarati Recipe
તરલા દલાલ દ્વારા
Added to 1161 cookbooks
This recipe has been viewed 8400 times
ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત | khatta dhokla in gujarati | with amazing 28 images.
ખાટા ઢોકળામાંનો ‘ખાટા’ એ આ ગુજરાતી ઢોકળાનો પ્રભાવશાળી સ્વાદ છે અને થોડું ખાટું દહીં ઉમેરીને તેને ખાટા બનાવવામાં આવે છે. ગુજરાતીઓ ખટ્ટા ઢોકળાને ઈદડા પણ કહે છે.
સફેદ ઈદડા એ એક નરમ અને ફ્લફી સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચાના સમયના નાસ્તા તરીકે અથવા નાસ્તામાં પણ આનો આનંદ માણવામાં આવે છે. મૂળભૂત રીતે, તમે જ્યારે પન ભૂખ્યાં હોવ તો કોઈ પણ સમયે બનાવી શકો છો!
ખાટા ઢોકળા બનાવવા માટે- એક બાઉલમાં ખાટા ઢોકળાનો લોટ, મેથીના દાણા, ખાટું દહીં, સફેદ માખણ અને ગરમ પાણી (આશરે ૨ ૧/૪ કપ) ભેગું કરો અને હાથનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો. ઓછામાં ઓછા ૮ થી ૧૦ કલાક ઢાકો અને આથો આવવા માટે બાજુ પર રાખો.
- આથો આવેલા ખીરાને સારી રીતે મિક્સ કરો, પછી તેમાં લીલા મરચા, આદુની પેસ્ટ અને મીઠું નાખો. સારી રીતે મિક્સ કરો દો.
- તેલ, બેકિંગ સોડા અને ૧ ૧/૨ ટેબલસ્પૂન પાણી નાખો અને ખૂબ જ સારી રીતે મિક્સ કરો.
- ખીરાને ૩ સમાન ભાગોમાં વહેંચો.
- તેલના ઉપયોગથી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળી ને ચોપડી લો.
- ૧ ભાગ ખીરાને તરત જ તેલ ચોપડેલી થાળીમાં રેડી લો અને થાળીને ઘડિયાળની દિશામાં હલાવો જેથી તેને સમાન સ્તરમાં ફેલાય.
- તેના પર થોડું મરચું પાવડર સરખી રીતે છંટકાવ કરો અને ૧૦ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો. તમે થોડી કાળી મરીના પાઉડરનો પણ છંટકાવ કરી શકો છો.
- થોડુંક ઠંડુ કરો અને ડાઇમન્ડના આકારના સમાન ટુકડા કરો.
- રીત ક્રમાંક ૬ થી ૮ પ્રમાણે બાકીની ૨ થાળી પણ તૈયાર કરી લો.
- ખાટા ઢોકળાને તરત લીલી ચટણી સાથે પીરસો.
Other Related Recipes
Accompaniments
ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Healthy Eating,
June 10, 2011
It's Khatta and a classic Gujrati Dhokla. Have it often with dinner or as a morning breakfast. Goes well in the morning as it could be slightly on the high cal side and will be absorbed quickly in the morning due to a higher metabolic rate at that time.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe