You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > દહીંવાળી મગની દાળની ખીચડી
દહીંવાળી મગની દાળની ખીચડી

Tarla Dalal
02 January, 2025


Table of Content
જો તમારી પાસે ખીચડી અને કઢી અલગ અલગ બનાવવાનો સમય નથી? તો આ સ્વાદિષ્ટ ખીચડી અજમાવી જુઓ, જેમાં આ બન્નેનું સંયોજન છે.
ચોખા, પીળી મગની દાળ અને દહીં સાથે રોજીંદા વપરાતા મસાલાનો ઉપયોગ કરી બનતી આ દહીંવાળી મગની દાળની ખીચડીમાં લાંબા સમય સુધી રહે એવો દહીંનો સ્વાદ છે અને તે એવી સાદી અને પાચન માટે હલકી બને છે જે સૌને ગમી જશે. ખાટ્ટામીઠા કાંદા-ટમેટાના કચુંબર સાથે જ્યારે આ ખીચડી પીરસવામાં આવે ત્યારે તમારું તાજગીભર્યું જમણ તૈયાર થઇ ગયું સમજો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
3/4 કપ ઘટ્ટ દહીં (thick curds (dahi)
2 ટેબલસ્પૂન પીળી મગની દાળ (yellow moong dal) , ધોઇને નીતારી લીધેલી
1 કપ ચોખા (chawal) , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1 ટેબલસ્પૂન ઘી (ghee)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
મિક્સ કરીને કાંદા અને ટમેટાનું કચુંબર તૈયાર કરવા માટે
1 કપ સમારેલા કાંદા (chopped onions)
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 1/2 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
2 ટીસ્પૂન સાકર (sugar)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક પ્રેશર કુકરમાં ચોખા, પીળી મગની દાળ, હળદર, મીઠું અને ૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- એક ઊંડા બાઉલમાં દહીં, લીલા મરચાંની પેસ્ટ અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં ચોખા અને મગની દાળનું મિશ્રણ ઉમેરીને તેને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ અને કડી પત્તા મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ભાત-મગની દાળ-દહીંનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કાંદા અને ટમેટાના કચુંબર સાથે તરત જ પીરસો.