You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > બટાટાના કુરકુરે
બટાટાના કુરકુરે

Tarla Dalal
17 March, 2025


Table of Content
ફૂદીનાવાળા છૂંદેલા બટાટાને વિશિષ્ટ રીતે બનાવેલા લોટના ખીરામાં બોળી, તેને ભૂક્કો કરેલા પૌવાનું આવરણ કરી, લલચાવે તેવા કરકરા થાય ત્યાં સુધી તળી લો. તમે જ્યારે તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકશો ત્યારે તળેલા પૌવાનો કરકરો અહેસાસ તમને લલચાવશે અને તમને બાકીના બોલ્સ તળવા પહેલા, તૈયાર થયેલા બોલ્સ ખાવાનું મન થઇ જશે. ખરેખર, આ સ્વાદિષ્ટ બટાટાના કુરકુરે, પારંપરિક પણ લાગે છે અને આધુનિક પણ લાગે છે અને નાના-મોટા બધાનો પ્રિય નાસ્તો બને છે. આ ગરમ-ગરમ બટાટાના કુરકુરે તમે સ્વીટ અને સાવર સૉસ સાથે અથવા તમારી મનપસંદ ચટણી સાથે પીરસો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ સમારેલા ફૂદીનાના પાન
1/2 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન જીરા પાવડર
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/3 કપ મેંદો (plain flour , maida)
1/3 કપ પૌંઆ (beaten rice (poha)
null None
પીરસવા માટે
વિધિ
- એક બાઉલમાં બટેટા, ફૂદીનો, લીલા મરચાં, જીરા પાવડર, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને હાથની મદદથી ગોળ બોલનો આકાર આપી બાજુ પર રાખો.
- મેંદાને થોડા પાણીમાં મેળવી, મુલાયમ અને જાડી પેસ્ટ બનાવી બાજુ પર રાખો.
- હવે બનાવેલા દરેક બોલને લોટના પેસ્ટમાં બોળી, ભૂક્કો કરેલા પૌવામાં ફેરવો જેથી તેનું એકસરખું આવરણ બોલની ચારેબાજુએ લાગી જાય.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, બોલ્સને થોડા-થોડા કરી દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો.
- સ્વીટ અને સાવર સૉસ સાથે ગરમ-ગરમ પીરસો.