સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા | Stuffed Cauliflower Paratha, Gobi Pudina Paratha
તરલા દલાલ દ્વારા
Added to 706 cookbooks
This recipe has been viewed 6661 times
આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
કણિક માટે- એક બાઉલમાં ચોખાનો લોટ, ઘઉંનો લોટ, તેલ અને મીઠું મેળવી, જરૂર પુરતું દૂધ નાંખી, સારી રીતે મિક્સ કરી, કડક કણિક તૈયાર કરો.
- ઢાંકણ વડે ઢાંકી, ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
કોલીફ્લાવરના પૂરણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં ફૂલકોબી, મીઠું, હળદર અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- હવે તેમાં કોથમીર, ફૂદીનો, લીલા મરચાં અને મરીનો પાવડર ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- કણિકના ૬ સરખા ભાગ પાડો.
- એક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવા પર તેલ ચોપડી તેની ઉપર એક રોટી મૂકો અને પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર મૂકો.
- હવે બાકીના ભાગની રોટી, પૂરણ મૂકેલા ભાગ તરફ વાળી લો જેથી અર્ધ-ગોળાકાર બને. વાળીને ધીરેથી પૂરણ બહાર ન આવે તે રીતે દબાવી દો.
- પછી પરાઠાને થોડા તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બાકીના ૫ પરોઠા બનાવી લો.
- તાજા દહીં સાથે ગરમ-ગરમ પીરસો
Other Related Recipes
Accompaniments
સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe