ક્રીમ ઓફ ટોમેટો સૂપ | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | Cream Of Tomato Soup, Indian Style
તરલા દલાલ દ્વારા
Added to 434 cookbooks
This recipe has been viewed 10036 times
ક્રીમ ઓફ ટોમેટો સૂપ | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | cream Of tomato soup in hindi | with 20 amazing images.
ટમેટાનો સુગંધી સ્વાદ અને તેમાં મેળવેલા મસાલા વડે આછી તીખાશવાળું આ ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ભારતીય જમણમાં પીરસી શકાય એવું મજેદાર તૈયાર થાય છે.
ટમેટાની પ્યુરી સાથે બાફેલા ટમેટા અને મસાલા મેળવી બનતાં આ સૂપમાં તાજું ક્રીમ તેને વધુ મજેદાર બનાવે છે. તળેલા બ્રેડ ક્રૂટોન્સ્ સાથે આ સૂપ પીરસવાથી તમારી ભૂખ વધુ ઉગડી જશે તેની અમને ખાત્રી છે.
બીજી વિવિધ ટમેટાના સૂપ ની રેસીપી પણ અજમાવો જેમ કે ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ અને ટમેટાનો શોરબા.
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ટમેટા સાથે ૧ કપ પાણી ઉમેરી તેમાં તમાલપત્ર અને મરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાંથી તમાલપત્ર કાઢી લો અને મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો.
- આ મિશ્રણને મિક્સરમાં ફેરવી સુંવાળું બનાવીને ગરણી વડે ગાળી લો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાનું મિશ્રણ, ૧ કપ પાણી અને ટમેટાની પ્યુરી ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં સાકર, મીઠું, મરી અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તાજા ક્રીમ વડે સજાવીને બ્રેડ ક્રૂટોન્સ્ સાથે પીરસો.
વિગતવાર ફોટો સાથે ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ની રેસીપી
-
ક્રીમ ઓફ ટોમેટો સૂપ | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | cream Of tomato soup in Gujarati | એક સુપર સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે, જો તમને નીચે આપેલ રેસીપી ગમે તો સમાન વેજ સૂપ રેસીપીને જુઓ:
- લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ રેસીપી | હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ | લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ | lemon and coriander soup recipe in gujarati | with 25 amazing images.
- ટામેટા શોરબા | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba in gujarati | with 20 amazing images.
- મકાઈ શોરબા | મકાઈનો સૂપ | સ્વીટ કોર્ન સૂપ | makai shorba recipe in gujarati | with amazing images.
-
ક્રીમ ઓફ ટોમેટો સૂપ બનાવવા માટે | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | cream Of tomato soup in Gujarati | એક ઊંડા નોન-સ્ટીક પેનમાં, ટામેટા લો. સૌથી પહેલા, લાલ પાકેલા ટામેટાનો ઉપયોગ કરો જેથી મહત્તમ સ્વાદ બહાર આવે અને ખાટું સૂપ ન મળે, તેને સાફ કરો અને ધોઈ લો અને ટમેટાને કાપવા પહેલા તેની ઊપરની ટોચને કાપી લો.
-
૧ કપ પાણી ઉમેરો. પાણીને બદલે તમે વેજીટેબલ સ્ટૉકનો પણ ઉપયોગ કરી શકો છો.
-
તમાલપત્ર ઉમેરો.
-
મરીના દાણા ઉમેરો. સ્વાદ અને સુગંધ વધારવા માટે મને કાંદા અને લસણ નાંખીને ખાવાનું ગમે છે.
-
સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા જ્યાં સુધી ટામેટા નરમ થઈ જાય અને તેની કાચી સુગંધ ન જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
-
રંધાય ગયા પછી, તમાલપત્ર કાઢીને ફેકી દો.
-
મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ થવા દો અને પછી મિક્સર જારમાં નાખો.
-
મિશ્રણને સુંવાળું બનવા સુધી મિક્સરમાં પીસી લો.
-
ટામેટાના રેસા અને બીજ દૂર કરવા માટે તેને સ્ટ્રેનરનો ઉપયોગ કરીને ગાળી લો.
-
ક્રીમી ટોમેટો સૂપ તૈયાર કરવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં માખણ ગરમ કરો. ઉપરાંત, તમે તેલ અથવા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ માખણ એક સમૃદ્ધ સ્વાદ પ્રદાન કરે છે.
-
માખણ ઓગળી જાય એટલે મેંદો ઉમેરો. તમે ઘટ્ટ કરનાર એજન્ટ તરીકે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો.
-
મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે સાંતળી લો.
-
તૈયાર ટામેટાનું મિશ્રણ ઉમેરો.
-
૧ કપ પાણી રેડો. તમે તમારી ઇચ્છાની સુસંગતતા મેળવવા માટે વધુ કે ઓછું પાણી ઉમેરી શકો છો પરંતુ, સામાન્ય રીતે ક્રીમ સૂપ સહેજ ઘટ્ટ હોય છે.
-
ટામેટાની પ્યુરી ઉમેરો.
-
સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધો.
-
સાકર ઉમેરો. તે ટામેટાની ખટ્ટાસને સંતુલિત કરવામાં મદદ કરે છે. ટામેટાની ખાટસના આધારે તમને વધુ કે ઓછી માત્રામાં ઉમેરી શકો છો.
-
મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરો. તમે સૂપને તાજી તુલસીનો સ્વાદ પણ આપી શકો છો અથવા તમારી પસંદના કોઈપણ અન્ય હર્બ પણ વાપરી શકો છો, જેવા કે પાર્સલી, કોથમીર, રોઝમેરી, સેજ.
-
અંતે, થોડી તાજી ક્રીમ ઉમેરો. વિગન ક્રીમ ઓફ ટોમેટો સૂપ બનાવવા માટે, માખણને બદલે તેલ અને તાજી ક્રીમને બદલે પીસેલા બદામ અથવા કાજુનો ઉપયોગ કરો.
-
સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. અમારો ક્રીમ ઓફ ટોમેટો સૂપ | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | cream Of tomato soup in Gujarati | તૈયાર છે.
-
સર્વિંગ બાઉલમાં ક્રીમ ઓફ ટોમેટો સૂપ | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | cream Of tomato soup in Gujarati | રેડો અને ફ્રેશ ક્રીમથી સજાવો.
-
ક્રીમ ઓફ ટોમેટો સૂપને બ્રેડ ક્રૂટોન્સ્ સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe