You are here: Home> બાળકોનો આહાર > બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી > ઓટસ્ નું દૂધ https://www.tarladalal.com/homemade-oat-milk-lactose-free-oats-milk-gujarati-41012r
ઓટસ્ નું દૂધ https://www.tarladalal.com/homemade-oat-milk-lactose-free-oats-milk-gujarati-41012r

Tarla Dalal
02 January, 2025


Table of Content
હોમમેઇડ ઓટ મિલ્ક રેસીપી | તજ સાથે ભારતીય ઓટ દૂધ રેસીપી | સ્વસ્થ ઓટ્સ દૂધ, ક્વીક કૂકિંગ રોલ્ડ ઓટસ્માંથી બનાવેલ | homemade oat milk recipe in gujarati | with 12 amazing images.
હોમમેઇડ ઓટ મિલ્ક બનાવવા માટે ખૂબ જ સરળ અને સસ્તી રેસીપી છે. ભારતીય ઓટ મિલ્ક રેસિપી બનાવતા શીખો.
ઘરે તૈયાર કરેલું ઓટસ્ નું દૂધ એક સ્વાદિષ્ટ પીણું છે. જેમને લેકટોઝ અસહિષ્ણુતાની તકલીફ હોય તેમના માટે આ એક સારું વિકલ્પ ગણી શકાય, અને તેને એર-ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં એક દિવસ સુધી સ્ટોર કરી શકો છો. યાદ રાખો કે તેને ગરણીથી ગાળતી વખતે તેની પર મલમલનું કાપડ મૂકી ગાળવું જેથી તમને બરોબર પાતળું દૂધ મળે.
એક ગ્લાસ (લગભગ 186 ગ્રામ) હોમમેઇડ ઓટ મિલ્ક 96 કેલરી આપે છે અને તે વિટામિન બી1, ફોસ્ફરસ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે.
ભારતીય ઓટ દૂધ રેસીપી માટે ટિપ્સ. ૧. ઓટનું દૂધ જ્યારે ઠંડુ થાય ત્યારે તજ સાથે શ્રેષ્ઠ લાગે છે. ૨. ફ્રીજમાં એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને એક દિવસમાં તેનો ઉપયોગ કરો. ૩. એક સરળ દૂધ મેળવવા માટે સારી રીતે ગાળવુ યાદ રાખો. ૪. તજ પાવડર ઉમેરવાનું ભૂલશો નહીં કારણ કે તે મીઠો અને મસાલેદાર સ્વાદ આપે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
હોમમેઇડ ઓટ મિલ્ક માટે
1 કપ ઓટસ્
તજનો પાવડર (cinnamon (dalchini) powder) સ્વાદાનુસાર
3 કપ પાણી (water)
વિધિ
- હોમમેઇડ ઓટ મિલ્ક બનાવવા માટે, ક્વીક કૂકિંગ રોલ્ડ ઓટસ્, તજ પાવડર અને ૩ કપ પાણીને મિક્સરમાં ભેગું કરો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.
- એક ઊંડા બાઉલ પર ગરણી મૂકી તેની પર મલમલના કાપડનો એક ટુકડો રાખો.
- તે પછી તેની પર ઓટસ્ નું મિશ્રણ રેડી ગાળીને સુંવાળું દૂધ તૈયાર કરો.
- ફ્રીજ઼માં મુકી ઠંડુ કરો.
- હોમમેઇડ ઓટ મિલ્કને તરત જ પીરસો અથવા ફ્રીજમાં એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને એક દિવસમાં તેનો ઉપયોગ કરો.