મોમોસ રેસીપી | પૌષ્ટિક મોમોસ રેસીપી | હેલ્ધી વેજ મોમોસ | Healthy Momos
તરલા દલાલ દ્વારા
Added to 92 cookbooks
This recipe has been viewed 6277 times
મોમોસ રેસીપી | પૌષ્ટિક મોમોસ રેસીપી | હેલ્ધી વેજ મોમોસ | whole wheat momos in Gujarati | with 15 amazing images.
પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમોસ એક મહત્વની વાનગી રહી છે. તેમાં પસંદ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવાથી તે તમને તૃપ્ત કરે એવા તૈયાર થાય છે. અહીં પણ પશ્ચિમના દેશમાં બનતા મોમસ્ જેવી જ તૈયાર કરવાની રીત રજુ કરી છે જેમાં પસંદ કરેલી સામગ્રી મેળવીને તમને સંતોષ મળે એવા મોમસ્ બને છે.
આ પૌષ્ટિક મોમોસ ના પડમાં સામાન્ય રીતે મેંદાનો ઉપયોગ થતો હોય છે, પણ અહીં અમે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તે ઉપરાંત તેમાં વપરાતા શાકભાજીના પૂરણને બહું તેલમાં પકાવવાના બદલે તેલ વગરના પૂરણમાં પ્રોટીનયુક્ત બીન સ્પ્રાઉટસ્ અને એન્ટીઓક્સિડંટ (antioxidant) બ્રોકલી મેળવવામાં આવ્યા છે. અહીં બતાવેલી રીતે દુનીયાના પ્રખ્યાત મોમસ્ તૈયાર કરો.
Method- એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી સાથે નરમ કણિક તૈયાર કરો.
- બીજા એક બાઉલમાં બ્રોકલી, બીન સ્પ્રાઉટસ્, આદૂની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, લસણ, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી પૂરણને બાજુ પર રાખો.
- કણિકના ૧૨ સરખા ભાગ પાડી લો.
- દરેક ભાગને ૭૫ મી. મી. (૩”) વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણીને ૧ ટેબલસ્પૂન જેટલું તૈયાર કરેલું પૂરણ તેની મધ્યમાં મૂકો.
- હવે તેને અર્ધગોળાકારમાં વાળીને તેની કીનારીને તમારા હાથ વડે થોડું પાણી લગાડીને હલકા હાથે બંધ કરી લો.
- હવે આ વાળેલા અર્ધગોળાકારના બન્ને તરફના ખૂણાને એકની ઉપર બીજાને મૂકી હાથ વડે દબાવીને બંધ કરી લો.
- રીત ક્રમાંક ૪ થી ૬ મુજબ બીજા ૧૧ મોમસ્ તૈયાર કરો.
- આ મોમસ્ ને બાફવાના વાસણમાં મૂકી ૧૦ મિનિટ સુધી બાફી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
પૌષ્ટિક મોમસ્ રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe