You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભારતીય દાળ અને કઢી રેસીપી > મસાલા દાળ રેસીપી
મસાલા દાળ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images.
મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દાળમાંથી બનાવવામાં આવે છે. મિક્સ્ડ મસાલા દાળ બનાવતા શીખો.
સાદી કે પછી તીખી, ગમે તેવી દાળ હોય પણ તે પૌષ્ટિક તો ગણાય છે, પણ આ મસાલા દાળ એટલી મજેદાર છે કે તેના સ્વાદનો તમે પ્રતિકાર જ નહીં કરી શકો. દાળની ચાર મુખ્ય જાતોથી બનેલી, કાંદા અને ટામેટાં સાથે રાંધવામાં આવે છે, અને કાળજીપૂર્વક પસંદ કરેલા મસાલાનો એકરસ થવું જ આ દાળની વિશિષ્ટતા છે જેને તમે ભાત કે રોટલી સાથે માણી શકશો.
મસાલા દાળને ઘીમાં રાંધવામાં આવે છે જે વિટામિનથી ભરપૂર હોય છે - જે તમામ ચરબીમાં દ્રાવ્ય હોય છે. બધા ૩ વિટામિન (વિટામિન a, વિટામિન e અને વિટામિન k) એન્ટીઑકિસડન્ટો છે જે શરીરમાંથી મુક્ત રેડિકલ દૂર કરવામાં અને આપણા કોષોનું રક્ષણ કરવા તેમજ ત્વચાની તંદુરસ્તી અને ચમક જાળવવામાં મદદ કરે છે.
શું સારું છે કે મસાલા દાળ ફોલિક એસિડ, ફોસ્ફરસ, વિટામિન બી1, સી અને પ્રોટીનથી સમૃદ્ધ છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
મસાલા દાળ માટે
2 1/2 ટેબલસ્પૂન પીળી મગની દાળ (yellow moong dal)
2 1/2 ટેબલસ્પૂન મસૂરની દાળ
2 1/2 ટેબલસ્પૂન અડદની દાળ (urad dal) અથવા છાલવાળી
2 1/2 ટેબલસ્પૂન તુવેરની દાળ (toovar dal, arhar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન ઘી (ghee)
1/4 કપ ખમણેલા કાંદા
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડા પાણીની મદદ વડે)
3 લસણની કળી (garlic cloves) ની કળી
1 ટીસ્પૂન આખા ધાણા (coriander seeds)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
4 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
25 મિલીમીટર સ્લાઇસ કરેલું આદુ (sliced ginger (adrak) નો ટુકડો
25 મિલીમીટર તજ (cinnamon, dalchini) નો ટુકડો
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
પીરસવા માટે
વિધિ
- બધી દાળને એકસાથે ધોઈને નીતારી લો. એક પ્રેશર કૂકરમાં દાળ, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને ૨ સીટી સુધી પ્રેશર કુક કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને નીકળવા દો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં કાંદા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને મધ્યમ તાપ પર બીજી ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- ટમેટાં અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- રાંધેલી દાળ, મીઠું, ૧ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીરથી સજાવો અને મસાલા દાળને ભાત અથવા પરોંઠા સાથે ગરમાગરમ પીરસો.