You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > દહીં ભીંડી – કેરળ સ્ટાઇલની
દહીં ભીંડી – કેરળ સ્ટાઇલની

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ કેરળ પદ્ધતિની ભીંડીની ભાજીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેરી લીધેલું દહીં, આ દહીં ભીંડીની ભાજીનો મુખ્ય આધાર છે જે તેને થોડી ખટ્ટાશ આપીને મજેદાર બનાવે છે.
આ ભાજી પૂરી સાથે પીરસવામાં આવે ત્યારે મજાનો મેળ બને છે.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
15 Mins
Total Time
35 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
4 કપ સ્લાઇસ કરેલા ભીંડા
તેલ ( oil ) , તળવા માટે
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1 ટેબલસ્પૂન અડદની દાળ (urad dal)
5 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
5 to 6 કડી પત્તો (curry leaves)
1 કપ સમારેલા કાંદા (chopped onions)
1 1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 કપ દહીં (curd, dahi) , ૧/૨ કપ
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીસીને નાળિયેર-કાજૂની સુંવાળી પેસ્ટ બનાવવા માટે
3/4 કપ ખમણેલું નાળિયેર (grated coconut)
2 ટેબલસ્પૂન કાજૂ
વિધિ
- તળવા માટે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ભીંડા મેળવીને, ભીંડા કરકરા થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા કરી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, રાઇ અને અડદની દાળ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લાલ મરચાં અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, હળદર, નાળિયેર-કાજૂની પેસ્ટ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી અથવા તેમાંથી તેલ છુંટું પડે ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમાં દહીં-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર એકાદેક મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં તળેલા ભીંડા મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.