You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મનગમતી રેસીપી > મનગમતી ભાત / ખીચડી રેસીપી > હોલસમ ખીચડી
હોલસમ ખીચડી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે.
આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાયક લોકોને માફકરૂપ બને છે.
આમ તો ખીચડી એક એવી પ્રભાવસાળી વાનગી છે જે સવારના કે રાતના જમણમાં પીરસી શકાય અને જેનું જોડાણ વિવિધ વાનગી સાથે કરી શકાય. અહીં એક સુગંધી અને સંતોષકારક હોલસમ ખીચડી રજૂ કરવામાં આવી છે જેમાં વિવિધ પ્રકારના શાક અને મસાલાનું સંયોજન છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/4 કપ ચોખા (chawal)
3/4 કપ પીળી મગની દાળ (yellow moong dal)
1 કપ ખમણેલી દૂધી
1 કપ ખમણેલું ગાજર
1/2 ટેબલસ્પૂન ઘી (ghee)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
null None
6 કાળી મરી (black peppercorns (kalimirch)
1 તમાલપત્ર (bay leaf (tejpatta)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીરસવા માટે
વિધિ
- ચોખા અને પીળી મગની દાળ સાફ કરી, ધોઇને ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કાળા મરી, તમાલપત્ર અને લવિંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં દૂધી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં પીળી મગની દાળ, ચોખા, હળદર, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- આ ખીચડીને હલકા હાથે જેરી લો અને તાજા દહીં સાથે તરત જ પીરસો.