ટમેટાવાળા ભાત | Tomato Rice ( South Indian Recipes )
તરલા દલાલ દ્વારા
Added to 269 cookbooks
This recipe has been viewed 6032 times
આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સમાં ભરવા માટે તો બરોબર ગણાય એવા છે અને નાના મોટા સૌને ભાવે એવા પણ છે. આ ટમેટાવાળા ભાતને પાપડ સાથે કે પછી નાળિયેરની પચડી સાથે, તમને ફાવે તે રીતે ખાઓ પણ તેનો સ્વાદ એવો મજેદાર છે કે તેમાં મેળવેલા મસાલા અને ટમેટા એક બીજાને પૂરક પૂરવાર થાય છે.
સામાન્ય મસાલા સાથે પારંપારિક વઘારમાં મેળવેલી મગફળી વડે બનતા આ ટમેટાવાળા ભાત બધાને ભાવે એવા બને છે.
બીજી વિવિધ દક્ષિણ ભારતીય ભાતની વાનગી પણ અજમાવો, તે છે દહીંવાળા ભાત , લીંબુવાળા ભાત અને નાળિયેરના ભાત.
Method- એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ, ચણાની દાળ, મેથીના દાણા અને આખા ધાણા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને થોડું ઠંડુ થવા દો.
- જ્યારે તે ઠંડું પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી ઝીણું પાવડર બનાવી બાજુ પર રાખો.
આગળની રીત- એક નૉન-સ્ટીક પૅનમાં ટમેટાનું પલ્પ, હળદર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલો મસાલા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી આ ટમેટા પેસ્ટને બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગફળી અને કડી પત્તા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મગફળી થોડી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાની પેસ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં રાંધેલા ભાત અને મીઠું મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
ટમેટાવાળા ભાત has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe