You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ટમેટાની પચડી
ટમેટાની પચડી

Tarla Dalal
02 January, 2025
-8730.webp)

Table of Content
ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો એવી છે. અહીં ધ્યાન રાખવાનું છે કે દહીં તાજું અને ઘટ્ટ વાપરવું, નહીં તો આ પચડી પાણીવાળી થઇ જશે, કારણકે ટમેટાનો રસ પણ આ પચડીમાં ભળે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 ટામેટા
1 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન નાળિયેરનું તેલ (coconut oil) અથવા કોઇ પણ રીફાઇન્ડ
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
8 to 10 કડી પત્તો (curry leaves)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander) , સજાવવા માટે
વિધિ
- એક વાસણમાં પાણી ઉકાળી, તેમાં ટમેટો ઉમેરી મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા ટમેટો બફાઇને નરમ થાય ત્યાં સુધી બાફીને બાજુ પર રાખો.
- ટમેટો જ્યારે ઠંડો થાય, ત્યારે તેની છાલ કાઢીને ફોર્ક (fork) વડે હળવેથી છુંદીને બાજુ પર રાખો.
- તે પછી તેમાં દહીં, લીલા મરચાં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કડીપત્તા મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વઘારને ટમેટા-દહીંના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.