You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો
નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો

Tarla Dalal
11 March, 2025


Table of Content
જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં રજૂ કરી છે એક સ્વાદિષ્ટ પચડી જે નાળિયેર અને દહીં તથા આદૂ અને મરચાં સાથે તમને ગમી જાય એવો સૌમ્ય સ્વાદ અને નાળિયેરની મધુર ખુશ્બુ ધરાવે છે. યાદ રાખો કે બધી વસ્તુઓ તૈયાર કરી જ્યારે પીરસવાનો સમય થાય ત્યારે જ મિક્સ કરવી, જેથી તે ઘટ્ટ અને મલાઇદાર બની રહે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ ખમણેલું નાળિયેર (grated coconut)
3/4 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન નાળિયેરનું તેલ (coconut oil)
1/4 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
5 to 6 કડી પત્તો (curry leaves)
વિધિ
- એક ઊંડા બાઉલમાં નાળિયેર, દહીં, લીલા મરચાં, આદૂ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- એક નાના નૉન-સ્ટીક પૅનમાં ૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વઘારને નાળિયેર-દહીંના મિશ્રણ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને ઠંડું થવા ઓછામાં ઓછો એક કલાક રેફ્રીજરેટરમાં રાખો.
- ઠંડુ પીરસો.