You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય લંચ રેસિપી > બપોરના અલ્પાહાર દાલ રેસીપી > સુલતાની મગની દાળ
સુલતાની મગની દાળ

Tarla Dalal
02 January, 2025


Table of Content
સુલતાની દાળ | સુલતાની દાળ બનાવવાની રીત | સુલતાની મગની દાળ | Sultani Dal in Gujarati
દરરોજ વપરાતી દાળ પણ મજેદાર બની શકે છે જો આપણે સમજીને તેમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ. આ પ્રભાવશાળી દાળમાં લસણ અને ટમેટા હલકી ખટાશ ઉમેરે છે જે રોટી અને ભાત સાથે સારૂ સંયોજન બનાવે છે. મગની દાળથી મળતું ફોલીક એસિડ આ દાળની પૌષ્ટિક્તામાં વધારો કરે છે. આ દાળ ખસ્તા રોટી સાથે પીરસો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ લીલી મગની દાળ (green moong dal)
1/4 કપ તુવેરની દાળ (toovar dal, arhar)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 1/2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
3 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander) , સજાવવા માટે
વિધિ
- બન્ને દાળને સાફ કરી, ધોઇને જરૂરી પાણીમાં ૨ થી ૩ કલાક સુધી પલાળી રાખ્યા પછી બાજુ પર રાખો.
- હવે પ્રેશર કુકરના વાસણમાં દાળ, ટમેટા, લસણ, લીલા મરચાં, હળદર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી, પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી દાળને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
- હવે એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં જીરૂં ઉમેરી લગભગ ૩૦ સેકંડ સુધી સુકું શેકી લો.
- તાપ સહેજ ઓછું કરી તેમાં કાંદા ઉમેરી, કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સૂકા શેકી લો. જો કાંદા દાજવા માંડે, તો તેની પર થોડું પાણી છાંટવું
- હવે તેમાં બાફેલી દાળ, ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.