વેનિલાનું ઍસન્સ રેસીપી | vanilla essence recipes in Gujarati |
વેનીલા એસેન્સ વેનીલા બીન્સમાંથી બનાવવામાં આવે છે જે આલ્કોહોલમાં પલાળવામાં આવે છે. બેકડ સામાન, આઈસ્ક્રીમ, પીણાં અને કસ્ટર્ડ જેવી મીઠાઈઓને સ્વાદ આપવા માટે સમગ્ર વિશ્વમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, પરંતુ કેટલાક રસોઇયાઓ તેનો ઉપયોગ સ્વાદિષ્ટ વાનગીઓમાં ગુપ્ત ઘટક તરીકે પણ કરે છે.
અમે અમારી રસોઈમાં કેક, પેનકેક, આઈસ્ક્રીમ, પુડિંગ્સ, કૂકીઝને સ્વાદ આપવા માટે ખૂબ જ ઓછી માત્રામાં વેનીલા એસેન્સનો ઉપયોગ કરીએ છીએ. નીચે આપેલ રેસિપીમાં તમે વેનીલા અર્કનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે તેનો સ્વાદ એસેન્સ કરતાં વધુ સમૃદ્ધ છે.
વેનીલા એસેન્સનો ઉપયોગ કરીને ભારતીય કેક | Indian cakes using vanilla essence in Gujarati |
ઈંડારહિત વેનીલા કેક. સામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે. વેનીલાનો સ્વાદ વેનીલા એસેન્સમાંથી આવે છે.
ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી | Eggless Vanilla Cake Using Condensed Milk ( Cakes and Pastries)
વેનીલા એસેન્સનો ઉપયોગ કરીને ભારતીય મફિન્સ | Indian muffins using vanilla essence in Gujarati |
આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે.
એપલ સિનેમન મફિન | Apple Cinnamon Muffins, Eggless Apple Cinnamon Muffin
વેનીલા એસેન્સનો ઉપયોગ કરીને સ્મૂધીઝ | smoothies using vanilla essence in Gujarati |
કેળા અને ઓટસ્ નું સ્મૂધીનું નામ વાંચતા જ તમને સમજ પડી જશે કે આ પીણું સવારના નાસ્તા માટે અત્યંત ઉત્તમ પસંદગી છે. કેળા, ઑટસ્, અળસી, દહીં અને મધ (સાકરની બદલીમાં) નો ઉપયોગ આ પીણાંની પૌષ્ટિક્તામાં અદભૂત વધારો કરે છે.
કેળા અને ઓટસ્ નું સ્મૂધી | Banana Oats Smoothie, Healthy Oats Banana Smoothie