ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી | Eggless Vanilla Cake Using Condensed Milk ( Cakes and Pastries)
તરલા દલાલ દ્વારા
Added to 129 cookbooks
This recipe has been viewed 5983 times
સામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે.
ઈંડારહિત વેનીલા કેક ની રેસીપી બનાવવા માટે- મેંદાનો લોટ, બેકીંગ પાવડર અને ખાવાની સોડા ભેગા કરી ચારણી વડે ચાળી લીધા પછી તેને બાજુ પર રાખો.
- હવે એક ૧૭૫ મી. મી. (૭”)ની ગોળ કેકના ટીનમાં થોડું માખણ ચોપડી તેની પર થોડો મેંદાનો લોટ સરખી રીતે પથરાઇ જાય તે રીતે ભભરાવી લો. તે પછી જો ટીનમાં વધુ લોટ રહી ગયો હોય તો ટીનને હલાવીને કાઢી લો.
- હવે એક ઊંડા બાઉલમાં કન્ડેન્સ્ડ મીલ્ક, પીગળાવેલું માખણ અને વેનીલા એસૅન્સ મિક્સ કરીને ચપટા ચમચા (spatula) વડે મિક્સ કરી લો.
- તે પછી તેમાં ચાળેલા લોટનું મિશ્રણ અને ૫ ટેબલસ્પૂન પાણી ઉમેરી હળવેથી તેને ચપટા ચમચા (spatula) વડે મિક્સ કરી લો. આ મિશ્રણ રેડી શકાય એવું તૈયાર કરવું.
- હવે આ મિશ્રણને માખણ ચોપડેલી કેકની ડીશમાં રેડી લો.
- આમ તૈયાર થયેલા ટીનને આગળથી ગરમ કરેલો ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૪૦ થી ૪૫ મિનિટ સુધી બેક કરી લો.
- તે પછી ખાત્રી કરી લો કે ટીનની કીનારીઓ પરથી કેક છુંટું થઇને ફુલી ગયેલું લાગે છે.
- કેકના ટીનને સ્ટેન્ડ પર ઉલટાવીને સ્ટેન્ડને થપથપાવીને કેકને કાઢી લો.
- કેકને ઠંડું થવા બાજુ પર રાખો અને જ્યારે જરૂર લાગે ત્યારે તેનો આનંદ અને સ્વાદ માણો.
Other Related Recipes
ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Eat to live,
November 02, 2011
This is a very nice eggless cake recipe. I use it for layered cakes or even cupcakes. Reduce the baking time for cupcakes. I add either chocolate chips or raisins to the recipe.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe