ચોકલેટ શિફોન પાય ની રેસીપી | Chocolate Chiffon Pie ( Eggless Desserts Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 241 cookbooks
This recipe has been viewed 3367 times
એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે.
જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું, જો તમે મોટા કાણા કે ઝીણા કાણા વડે ખમણશો તો નાળિયેરનું પડ પાયને બગાડી નાખશે.
નાળિયેરના પડ માટે- એક નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર નાળિયેરને લગભગ ૫ થી ૭ મિનિટ અથવા તો તે સરખા પ્રમાણમાં બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહી ગરમ કરી લો.
- તે પછી તેમાં સાકર અને માખણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા નાળિયેરના મિશ્રણને ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસના નીચેથી ખુલે એવા કેક ટીનમાં પાથરીને હળવેથી દબાવી લો.
- આ કેક ટીનને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.
ચોકલેટ મુસ માટે- એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ અને દૂધ મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી માઇક્રોવેવ કરી લીધા પછી તેને બહાર કાઢીને સારી રીતે મિક્સ કરી લો જેથી તેમાં ગઠોડા ન રહે.
- હવે આ મિશ્રણને ખમણી અથવા ગરણી વડે ગાળીને બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં સાકર અને બીટન વ્હીપ્ડ ક્રીમ મેળવીને ઉપર નીચે કરીને હળવેથી મેળવી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલું ચોકલેટ અને દૂધનું મિશ્રણ મેળવી ઉપર નીચે કરીને હળવેથી મેળવી લો.
- છેલ્લે તેમાં વેનીલા એસેન્સ અને મધ મેળવીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.
આગળની રીત ચોકલેટ શિફોન પાય ની રેસીપી બનાવવા માટે- નાળિયેરના તૈયાર કરેલા પડ પર ચોકલેટ મુસ તરત જ રેડીને પૅલેટ નાઇફ (palate knife) વડે સરખી રીતે પાથરી લો.
- તે પછી તેને રેફ્રીજરેટરમા ૨ થી ૩ કલાક અથવા પાય બરોબર સેટ થઇ જાય ત્યાં સુધી રાખો.
- તે પછી ટીનમાંથી પાયને કાઢીને તેના ૬ સરખા ટુકડા પાડી લો.
- બીટન વ્હીપ્ડ ક્રીમ વડે સજાવીને ઠંડું પીરસો.
હાથવગી સલાહ:- તમે ચોકલેટ અને દૂધના મિશ્રણને ડબલ બોઇલરમાં પણ પીગળાવી શકો છો.
Other Related Recipes
ચોકલેટ શિફોન પાય ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
December 13, 2010
A very unique combination of chocolate and coconut. it tastes rich and nutty! Loved it, thanks!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe