You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન રેસીપી > પાલક ચણાની દાળ
પાલક ચણાની દાળ

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ એક મહારાષ્ટ્રીય વાનગી છે, જેમાં થોડા ફેરફારથી તેને વધુ પૌષ્ટિક બનાવવામાં આવી છે. પાલક આ વાનગીમાં વિટામીન-એ નો ઉમેરો કરે છે, જ્યારે ચણાની દાળ કૅલ્શિયમ, ફોલિક ઍસિડ અને ફાઈબર જેવા પોષકતત્વોનો ઉમેરો કરે છે.
અહીં ચણાની દાળને રાંધતી વખતે ધ્યાન રાખવું કે તે, વધારે ન રંધાઈ જાય, કારણ કે અહીં દાળ છુટ્ટી રહેવી જોઈએ ના કે મસળેલી. આ દાળને ગરમા ગરમ ફુલકા સાથે પીરસીને મજા માણો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
3/4 કપ સમારેલી પાલક (chopped spinach)
1/2 કપ પલાળેલી ચણાની દાળ
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
6 to 7 કડી પત્તો (curry leaves)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1 ચીરી પાડેલું લીલું મરચું (slit green chillies)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન ખમણેલો ગોળ (grated jaggery (gur)
1/4 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
વિધિ
- એક પ્રેશર કુકરમાં ચણાની દાળ, મીઠું, હળદર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં તેની વરાળને નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં રાઈ, કડીપત્તાં અને હીંગ મેળવી ૩૦ સેકંડ સુધી સૂકા સાંતળી લો અથવા રાઈ તતડવા માંડે ત્યાં સુધી સાંતળી લો.
- તાપ ઓછું કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાંસુધી સાંતળી લો. જો કાંદા દાજવા માંડે તો તેના પર થોડું પાણી છાંટવું.
- તે પછી તેમાં પાલક ઉમેરી વધુ ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતાં રહી સાંતળી લો.
- તે પછી તેમાં રાંધેલી દાળ, ગોળ, મરચાં પાવડર અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- પછી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.