જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી | Jackfruit Kofta Curry, Kathal Kofta Curry


દ્વારા


Added to 12 cookbooks   This recipe has been viewed 4150 times

જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી | jackfruit kofta curry recipe in gujarati.

જ્યારે જેકફ્રૂટની મોસમ હોય છે, ત્યારે દરેક જણ ફળ લેવા માટે આવે છે, કાચો જેકફ્રૂટ એક ગામઠી સ્વાદ ધરાવે છે, ને જો યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે તો તે ઘણી આશ્ચર્યજનક વાનગીઓને જન્મ આપે છે.

જ્યારે ઘણા લોકો કઠાલનો ઉપયોગ કરી શાક બનાવે છે, અમે તમને બીજી પસંદગી આપીએ છીએ - જેકફ્રૂટ કોફતા કરી.

Add your private note

જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી - Jackfruit Kofta Curry, Kathal Kofta Curry recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

જેકફ્રૂટ કોફતા માટે
૩ કપ સમારીને બી કાઢેલું ફણસ
૧/૨ કપ બેસન
૧ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
૨ ટીસ્પૂન બારીક સમારેલુ આદુ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

અન્ય સામગ્રી
૨ ટેબલસ્પૂન તેલ
૧ કપ સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ધાણા પાવડર
૨ ટેબલસ્પૂન લાલ મરચું પાવડર
૧ ટીસ્પૂન ગરમ મસાલા
૧/૪ ટીસ્પૂન હળદર
૧ કપ સમારેલા ટામેટાં
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ જેરી લીધેલી દહીં
૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
વિધિ
જેકફ્રૂટ કોફતા બનાવવા માટે

    જેકફ્રૂટ કોફતા બનાવવા માટે
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માં પૂરતું પાણી ગરમ કરો. ફણસ અને મીઠું નાંખો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ આંચ પર ૧૬ મિનિટ સુધી અથવા તેઓ નરમ પડવા સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. ગાળણીનો ઉપયોગ કરીને ગાળી લો.
  3. ફણસને એક ઊંડા બાઉલમાં નાખો અને બટાટા મશરની મદદથી તેને મેશ કરો.
  4. તેમાં બેસન, લીલા મરચાની પેસ્ટ, આદુ અને મીઠું નાંખો અને ખૂબ સારી રીતે મિક્સ કરી કણક તૈયાર કરી લો.
  5. કણકને ૧૪ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગના નાના ગોળાકાર બોલ બનાવો.
  6. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા કોફતા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને બાજુ પર રાખો.
  7. તળ્યા પછી કોફતાને નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.

આગળની રીત

    આગળની રીત
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં કાંદા નાખો અને મધ્યમ આંચ પર ૬ મિનિટ માટે સાંતળી લો
  2. ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા અને હળદર નાખી મધ્યમ આંચ પર ૧ મિનિટ સાંતળી લો.
  3. ટામેટાં અને મીઠું નાંખો, સારી રીતે મિક્સ દો અને મધ્યમ આંચ પર ૩ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તેમાં ૩/૪ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ૫ મિનિટ માટે મધ્યમ આંચ પર રાંધી લો અને ચમચાના પાછળના ભાગની મદદથી થોડું મેશ કરો.
  5. આંચને બધં કરી દો, તેને થોડુંક ઠંડુ કરી, સુવાળુ થવા સુધી મિક્સરમાં પીસી લો.
  6. હવે વાપરેલા નોન-સ્ટીક પેનમાં મિશ્રણને નાખો, તેમાં ૧/૨ કપ પાણી અને દહીં ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ધીમી આંચ પર સતત હલાવતા ૧ મિનિટ માટે રાંધી લો.
  7. તૈયાર જેકફ્રૂટ કોફતા અને કોથમીર નાખી, હલકે હાથે મિક્સ કરો, ઢાંકણથી ઢાંકી મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. કોથમીર વડે સજાવી ગરમ પીરસો.


Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews