દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | Dahi Chane ki Sabzi, Rajasthani Dahi Chane ki Sabji
તરલા દલાલ દ્વારા
Added to 270 cookbooks
This recipe has been viewed 4772 times
દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | dahi chane ki subzi in gujarati |
જેને "ચને જેસલમેર કે" પણ કહેવામાં આવે છે, કાળા ચણાની આ વાનગી દહીંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે, તે ભાત તેમજ રોટલીઓ બંને સાથે એક અદ્ભુત સાથ આપે છે. પરંપરાગત રીતે, આ દહીં ચને કી સબ્જીને મિસી રોટી સાથે પીરસવામાં આવે છે, કારણ કે સ્વાદ અને પોત બંને એકબીજાને સારી રીતે પૂરક બનાવે છે. દહીં પર આધારીત શાક મિસી રોટીની શુષ્કતાને સુંદર રીતે સરભર કરે છે. જો કે, તમે તેને કોઈપણ પ્રકારની રોટી અથવા તો પૂરી સાથે પીરસી શકો છો.
આ વાનગી તૈયાર કરવા માટે ખૂબ જ સરળ છે અને આ શાક ને બનાવવા માટે ન્યૂનતમ સામગ્રીનો ઉપયોગ થાય છે. તમારે ચણાને દહીં-ચણાના લોટના મિશ્રણ ઉમેરતી વખતે કાળજી લેજો. રહસ્ય એ છે કે તેને ઉકાળો આવે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો, આ દહીંની ગ્રેવીને ફાટવાથી અટકાવવા માટે છે.
દહીં ચને કી સબ્જી બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, હળદર, લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચાંનો પાવડર, મીઠું અને એક કપ પાણી ભેગું કરો અને કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુધી હ્વિસ્કનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરી દો. એક બાજુ રાખો.
- ઊંડી નોન-સ્ટીક કઢાંઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું અને રાઇ નાખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાળા ચણા અને દહીં-ચણાના લોટનું મિશ્રણ નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સતત હલાવતા રહી રાંધી લો.
- કોથમીર વડે સજાવી તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
દહીં ચને કી સબ્જી રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe