બ્રેડ કોફ્તા બિરયાની | Bread Kofta Biryani ( Chawal)
તરલા દલાલ દ્વારા
Added to 65 cookbooks
This recipe has been viewed 5526 times
તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
બ્રેડ કોફ્તા માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળ આકારમાં વાળી લો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા કોફ્તા નાંખી તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- તેને બહાર કાઢીને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી બાજુ પર રાખો.
ભાત માટે- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૨ કપ પાણી ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ, એલચી, લવિંગ, ચોખા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા ચોખા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લીધા પછી ભાતના દરેક દાણાને કાંટા (fork)ની મદદથી છુટા પાડી બાજુ પર રાખો.
ગ્રેવી માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લવિંગ અને તજ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં કાંદા નાંખી, મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં આદૂ-લસણની પેસ્ટ, મરચાં પાવડર, ધાણા-જીરા પાવડર અને હળદર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા અને મીઠું મેળવી, મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા જ્યાં સુધી તેલ છુટું પડે ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં દહીં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં બાફેલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી બાજુ પર રાખો.
આગળની રીત- એક તેલ ચોપડેલી બેકીંગ ડીશમાં ભાત ચમચાના પાછળના ભાગ વડે સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર તૈયાર કરેલી ગ્રેવી સરખી રીતે પાથરી ઉપર બ્રેડ કોફ્તા સરખી રીતે ગોઠવી લો.
- છેલ્લે તેની પર દહીંનું મિશ્રણ સરખી રીતે પાથરી, તેને ઢાંકીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ અથવા ઉંચા તાપમાન પર ૨ મિનિટ સુધી બેક કરી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
બ્રેડ કોફ્તા બિરયાની has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe