You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > બટાકા નું શાક
બટાકા નું શાક

Tarla Dalal
16 April, 2025


Table of Content
બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી | batata nu shaak in gujarati | with 18 amazing images.
બટાકા નું શાક એ સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે, જે લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. તલ, કડી પતા અને આદુ-લીલા મરચાંની પેસ્ટનું અદભૂત મિશ્રણ, આ ગુજરાતી બટાકા ની સબ્જીને ખૂબ જ અલગ સ્વાદ આપે છે.
બટાટા નું શાક ને લીંબુનો રસ અને કોથમીર નાખી, દાળ અને ભાત સાથે પીરસસો ત્યારે સર્વશ્રેષ્ઠ સ્વાદ લાગશે. બટાકા નું શાક રોટલી, પુરી અથવા થેપલા સાથે પણ સરસ કોમ્બો બનાવે છે.
નીચે આપેલા વિગતવાર સ્ટેપ્સ સાથે બટાકા નું શાક રેસીપી કેવી રીતે બનાવવી તેનો આનંદ લો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
5 Mins
Total Time
15 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
બટાકા ના શાક માટે
2 કપ બાફીને સમારેલા બટેટા
3 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
4 ટીસ્પૂન તલ (sesame seeds, til)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
4 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
બટાકા ના શાક સાથે પીરસવા માટે
વિધિ
બટાકા નું શાક બનાવવા માટે
- બટાકા નું શાક બનાવવા માટે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ, તલ, કડી પત્તા અને હીંગ નાંખો.
- જ્યારે દાણા તડતડવા માંડે, બટાટા, મીઠું, હળદર અને આદુ-લીલા મરચાંની પેસ્ટ નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી બરાબર હલાવતા રહો.
- લીંબુનો રસ અને કોથમીર ઉમેરી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
- બટાકા નું શાક ગરમ દાળ અને ભાત સાથે પીરસો.