બેકડ પાંવ ભાજી પાસ્તા ની રેસીપી | Baked Pav Bhaji Pasta, Pav Bhaji Pasta
તરલા દલાલ દ્વારા
Added to 130 cookbooks
This recipe has been viewed 5878 times
જ્યારે કોઇ અતિ માનીતી દેશી વાનગીનો ફેરફાર કરી પ્રખ્યાત પરદેશીય વાનગીમાં રૂપાંતર કરવામાં આવે, ત્યારે મળતું પરિણામ એટલે પાંવ ભાજીનું ઇટાલીયન રૂપ બેકડ પાંવ ભાજી પાસ્તા.
અહીં ફ્યુસિલીને પાંવ ભાજી મસાલાવાળા શાકભાજી સાથે રાંધીને તેમાં ક્રીમ અને હર્બ્સ્ મેળવી તેને વધુ સુગંધી અને સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે.
આ મજેદાર પાસ્તાની ઉપર ચીઝ અને રંગબેરંગી સિમલા મરચાંની પટ્ટીઓ વડે સજાવીને બેક કરવામાં આવ્યું છે. આ પાંવ ભાજી પાસ્તાના દરેક કોળીયામાં તમને વિવિધ પ્રકારના સ્વાદ અને સુગંધ માણવા મળશે.
પાસ્તા ઇન રેડ સૉસ અને પાસ્તા ઇન વાઇટ સૉસ પણ અજમાવો .
Method- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ અને જેતૂનનું તેલ ગરમ કરી, તેમાં લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં પાંવ ભાજી મસાલો, ગરમ મસાલો, મરચાં પાવડર અને સિમલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ફ્યુસિલી, દૂધ, તાજું ક્રીમ, ૧/૪ કપ ચીઝ, બેસિલ, ઑરેગાનો, મરચાંના ફ્લેક્સ્ અને મીઠું ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ ફ્યુસિલીને એક માખણ ચોપડેલી બેકીંગ ડીશમાં મૂકી, તેની પર બાકી રહેલું ૧/૪ કપ ચીઝ છાંટી લીધા પછી ઉપર રંગીન સિમલા મરચાંની પટ્ટીઓ મૂકીને થોડું ઑરેગાનો સરખી રીતે છાંટી લો.
- આમ તૈયાર થયેલી બેકીંગ ડીશને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
બેકડ પાંવ ભાજી પાસ્તા ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe