You are here: Home> વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન વેજ પાસ્તા > પાસ્તા ઇન રેડ સૉસ
પાસ્તા ઇન રેડ સૉસ

Tarla Dalal
02 January, 2025


Table of Content
પાસ્તા ઇન રેડ સૉસ | રેડ સોસ પાસ્તા રેસીપી | ભારતીય શૈલી રેડ સોસ પાસ્તા | અરેબિયાટા સોસમાં પાસ્તા | Pasta in Red Sauce recipe in Gujarati | with 40 amazing images.
સારી રીતે રાંધેલી ફ્યુસિલી અને મજેદાર સુગંધી ટમેટાના સૉસનું સંયોજન એટલે એક અલૌકિક મેળાપ. કાંદા, લસણ, મરી, સૂકા હર્બસ્ અને તમાલપત્ર જેવી અદભૂત સુગંધી વસ્તુઓ વડે તૈયાર થતું ટમેટાનું સૉસ આ પાસ્તા ઇન રેડ સૉસને એવું મજેદાર બનાવે છે કે તમે તેને લાંબા સમય સુધી યાદ રાખશો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ રાંધેલી ફ્યુસિલી
2 કપ અર્ધ ઉકાળીને સમારેલા ટામેટા
2 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
2 તમાલપત્ર (bay leaf (tejpatta)
6 to 8 કાળી મરી (black peppercorns (kalimirch)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 1/2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/2 કપ સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
મીઠું (salt) , સ્વાદાનુસાર
3 ટેબલસ્પૂન ટમેટાની પ્યુરી
1/2 કપ ટમેટો કેચપ
1 ટીસ્પૂન સૂકો ઑરેગાનો (dried oregano)
1 1/2 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
1/2 ટીસ્પૂન સાકર (sugar) (મરજિયાત)
1/4 કપ તાજું ક્રીમ (fresh cream)
સજાવવા માટે
1 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
1 ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
પીરસવા માટે
વિધિ
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી, તેમાં તમાલપત્ર અને મરી મેળવી ૩૦ સેકંડ સુધી મધ્યમ તાપ પર સાંતળી લો.
- પછી તેમાં કાંદા અને લસણ મેળવી મધ્યમ તાપ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
- પછી તેમાં થી તમાલપત્ર કાઢી બાજુ પર રાખો.
- તે પછી તેમાં ટમેટા પ્યુરી, ટમૅટો કેચપ, ઑરેગાનો, લાલ મરચાંના ફ્લેક્સ્ અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- પછી તેમાં ક્રીમ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ફ્યુસિલી ઉમેરી, હળવેથી હલાવીને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સતત હલવાતા રહી રાંધી લો.
- છેલ્લે તેને તાજા ક્રીમ અને ચીઝ વડે સજાવીને ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો.
- રીત ક્રમાંક ૫ માં તમે તમાલપત્ર સાથે મરીને પણ કાઢી શકો છો.