You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર
એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર

Tarla Dalal
02 January, 2025


Table of Content
તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગંધ સાથે તેને સરસ દેખાવ આપે છે. અહીં બધી સામગ્રી સંતુલિત પણ છે. ફળો વિટામીન અને ખાસ તો વિટામીન-સી અને ફાઇબર આપે છે, જે શરીરમાં વૃધ્ધત્વની ક્રિયાને ધીમી કરે છે જ્યારે પનીર અને ફણગાવેલા કઠોળ કેલ્શિયમ અને પ્રોટીન આપે છે. આ બન્ને શરીરને પૌષ્ટિક્તા આપી શરીરના સંચાલનમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ નાસ્તાની ડીશનો મજાનો ભાગ એ છે કે તે બનાવવામાં અતિ સરળ છે. તમારે તો ફ્રુટને સમારીને ગોઠવવાના જ છે. આમ બધી વસ્તુઓ કુશળતાપૂર્વક વિચારીને મજાની લાગે એવી પસંદ કરી છે. કલીંગરના ગોઠવેલા ટુકડા, લીલી દ્રાક્ષની ગોઠવણી મજાનો શણગાર બનાવે છે, તો આરોગો આ મજેદાર પ્લેટર!
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
2 ટેબલસ્પૂન ફણગાવેલા મગ (sprouted moong)
1/4 કપ લો ફૅટ પનીરના ચોરસ ટુકડા
1/4 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1/4 ટીસ્પૂન સિંધવ મીઠું
1/2 કપ તરબૂચના ગોળ ટુકડા
1/4 કપ દ્રાક્ષ
2 ખજૂર
4 અખરોટ
5 બદામ
વિધિ
- એક બાઉલમાં ફણગાવેલા મગ, પનીર, મરચાં પાવડર, જીરૂ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે બધી વસ્તુઓ એક પ્લેટમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને તરત જ પીરસો.