ભારતીય જમણમાં બદામનો ઉપયોગ બદામ કા હલવા, શીરો, સૂપ, બરફી, બદામ દૂધ, બદામ કી ભાકરી અને વિવિધ મીઠાઈઓ બનાવવા માટે અને સુશોભન માટે વપરાય છે.
બદામના ફાયદા, આરોગ્ય લાભો (benefits of almonds, badam in Gujarati)
બદામ વિટામિન બી 1 (થાઇમીન), વિટામિન બી 3 (નિઆસિન) અને ફોલેટ જેવા બી કોમ્પ્લેક્સ વિટામિન્સથી ભરપૂર છે, જે મગજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બદામ તમારા કોલેસ્ટ્રોલના સ્તરને પણ સંતુલિત કરે છે. બદામમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે (very low glycemic index) અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. બદામના બધા 13 સુપર સ્વાસ્થ્ય ફાયદા વાંચો.
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના બદામ ,Almondsબદામ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 14 to 20 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. બદામ જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.