You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > પરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝ > અખરોટનો શીરો
અખરોટનો શીરો

Tarla Dalal
02 January, 2025


Table of Content
અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | walnut sheera recipe in Gujarati | with 14 amazing images.
તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્યો હશે, પણ અહીં એક સૌથી અલગ પ્રકારનો શીરો રજૂ કર્યો છે જેમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અખરોટનો શીરોની બનાવટ, સ્વાદ અને સુગંધ તમને જરૂર લહેજત આપશે.
તમારી ડીશમાં થોડા અખરોટનો શીરો થોડી સેકંડ રાખીને પછી તેનો સ્વાદ માણો ત્યારે તમને અદભૂત સ્વાદનો અનુભવ થશે. અહીં ધ્યાન રાખશો કે આ શીરાનો ઉપયોગ એક દીવસમાં બહુ અલ્પ માત્રામાં એટલે કે ૧ કે ૨ ટેબલસ્પૂન જેટલો જ કરવો, કારણકે તે પૌષ્ટિક તો છે પણ છતાં તેમાં થોડી માત્રામાં ઘી અને સાકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભલે તમે તેને ઓછી માત્રામાં લેશો તો પણ જરૂર તેની અસર અદભૂત રહેશે કારણકે અખરોટમાં રહેલા ઓમેગા-૩ ફેટી એસિડની અસર નાના બાળકો અને ખાસ તો શરૂઆતના માસની સુવાવડી સ્ત્રીને તેના જરૂરી વિકાસ માટે તે ઉપયોગી છે. તે ઉપરાંત તેમાં વિપુલ પ્રમાણમાં રહેલા વિટામીન-ઇ શરીરને નુકશાન કરતાં ફ્રી રૅડિકલ્સ (free radicals)થી છુટકારો આપે છે.
જો તમને આવી જ બીજી પૌષ્ટિક, કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર વાનગી જે સુવાવડ દરમિયાન લેવાની જરૂરત જણાય, તો મલ્ટીફ્લોર ઇડલી, કાબુલી ચણાની ટીક્કી, પનીર અને લીલા વટાણાના પરોઠા અને પાલક-મેથી અને મકાઇની સબ્જી જેવી વાનગીઓ પણ જરૂરથી અજમાવજો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ વાટેલા અખરોટ
2 ટેબલસ્પૂન ઘી (ghee)
1/2 કપ દૂધ (milk)
1/4 કપ સાકર (sugar)
1/4 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
વિધિ
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં અખરોટ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં દૂધ અને સાકર મેળવી, ધીમા તાપ પર સતત હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
- હવે તાપ બંધ કરી લીધા પછી તેમાં એલચીનો પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી લો.
- માફકસર ગરમ પીરસો.