પંચમેળ ખીચડી | Vegetable Panchmel Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 115 cookbooks
This recipe has been viewed 11985 times
આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.
Method- બધી દાળ અને ચોખા સાફ કરી, ધોઇને એક ઊંડા બાઉલમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને આદૂ મેળવી ૧ મિનિટ મધ્યમ તાપ પર સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા મેળવી વધુ ૧ મિનિટ સાંતળી લો.
- તે પછી તેમાં કોબી, ફૂલકોબી, બટાટા અને લીલા વટાણા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં મરચાં પાવડર, હળદર, ધાણા-જીરા પાવડર, ટમેટા, ચોખા, દાળ, મીઠું અને ૩ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- તાજા દહીં અને પાપડ સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
પંચમેળ ખીચડી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
vanam,
October 15, 2013
very nutritive & healthy food, as my kids don't eat much vegetables, in this way I can give them benefits of dals & vegetables together. After all its mother 's duty to to take very good care of children.thanks a lot
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe