You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > સાંભર
સાંભર

Tarla Dalal
24 March, 2025


Table of Content
સાંભર રેસિપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર રેસીપી | ઈડલી માટે સાંભર રેસીપી | restaurant style sambar in gujarati | with 54 amazing images.
દક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે.
દરેક કુટુંબ તેને પોતાની રીતે યોગ્ય પ્રમાણમાં સામગ્રી લઇને તૈયાર કરે છે. તમે પણ અહીં જણાવેલી સામગ્રીના પ્રમાણમાં ઓછો વત્તો ફેરફાર કરી તમારી જરૂરીયાત પ્રમાણે તૈયાર કરી શકો છો. તેમાં વપરાતા વિવિધ શાક જેને દક્ષિણ ભારતના લોકો “થાન” કહે છે જેમાં સરગવાની શીંગ, બટાટા, અળુ, મૂળો, ગાજર, સિમલા મરચાં, કોળું, રીંગણા, ભીંડા વગેરેનો સમાવેશ થાય છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
સાંભર મસાલા પાવડર માટે
1 ટીસ્પૂન તેલ ( oil )
1 ટેબલસ્પૂન ચણાની દાળ (chana dal)
1 ટેબલસ્પૂન તુવેરની દાળ (toovar dal, arhar)
1 ટેબલસ્પૂન અડદની દાળ (urad dal)
1 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek (methi) seeds)
1 ટેબલસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
8 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies)
1 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
15 થી 20 કડી પત્તો (curry leaves)
સાંભર માટે
3/4 કપ તુવેરની દાળ (toovar dal, arhar)
2 સરગવાની શીંગ , ૩"ટુકડાઓમાં કાપેલી
1/2 કપ દૂધીના ટુકડા
1/2 કપ બટાટાના ટુકડા
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
6 થી 7 કિલોગ્રામ કડી પત્તો (curry leaves)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
2 1/2 ટેબલસ્પૂન આમલીનો પલ્પ (tamarind pulp)
3 ટેબલસ્પૂન લીંબુ (lemon)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
સાંભર બનાવવા માટે
- રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર બનાવવા માટે, તુવેરની દાળને સારી રીતે ધોઈને નીતારી લો.
- પ્રેશર કૂકરમાં ધોયેલી દાળ અને ૨ કપ પાણી ભેગું કરો અને પ્રેશર કુકરમાં ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- દાળ સુંવાળી થાય ત્યાં સુધી હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરો અને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પેનમાં ૧ કપ પાણી સાથે સરગવાની શિંગ, દૂધી અને બટાકા ભેગા કરો. મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા શાક બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. બાજુ પર રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ, કડી પત્તા અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ માટે સાંતળી લો.
- ટામેટાં ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- બાફેલી દૂધી, બટાકા અને સરગવાની શિંગ, મદ્રાસી કાંદા, આમલીનો પલ્પ, રાંધેલી દાળ, મીઠું, સાંભર મસાલા પાવડર, મરચું પાવડર, હળદર અને ૧/૪ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- સાંભરને ગરમ-ગરમ પીરસો.
સાંભર મસાલા પાવડર બનાવવા માટે
- એક પહોળા નૉન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, બધી સામગ્રી ઉમેરો અને ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા દાળ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. સંપૂર્ણપણે ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને મિક્સરમાં પીસીને બારીક પાવડર બનાવી લો.
- જરૂર મુજબ સાંભર મસાલાનો ઉપયોગ કરો અથવા ફ્રિજમાં એક એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.