સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ | Spicy Sprouts Sandwich ( Healthy Breakfast)
તરલા દલાલ દ્વારા
Added to 541 cookbooks
This recipe has been viewed 9356 times
પ્રસ્તુત છે દેશી સ્વાદના ચાહકો માટે એક ચટાકેદાર સૅન્ડવિચ. સામાન્ય રીતે સૅન્ડવિચ બનાવવામાં સારા પ્રમાણમાં વપરાતા ચીઝ અને માખણની બદલે પૂરણમાં ફણગાવેલા કઠોળ વાપરશો તો ખૂબ જ પ્રોટીન અને ફાઇબર મળશે. અલગ પ્રકારના મસાલા, કાંદા, લીલા મરચાં અને ટમેટાને કારણે આ ગરમ અને તીખી સૅન્ડવિચ ઠંડા દીવસોમાં સવારનો એક ઉમદા નાસ્તો છે.
ફણગાવેલા કઠોળના મિશ્રણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- હવે તેમાં આદુ-લસણની પેસ્ટ અને મરચાં ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં પાવભાજી મસાલો, ધાણા-જીરા પાવડર, હળદર, સચંળ, ટમેટા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે તેમાં ફણગાવેલ કઠોળ અને બટેટા ઉમેરી સારી રીતે મિક્સ કરી અને મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી સાંતળી લો.
- આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- એક બ્રેડની સ્લાઇસને સૂકી અને સપાટ જગ્યા પર મૂકો અને મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરી લો.
- તેની પર કાંદાની ૨ સ્લાઇસ અને ૧ બ્રેડની સ્લાઇસ મૂકી સૅન્ડવિચ બનાવી લો.
- આ સૅન્ડવિચને આગળથી ગરમ કરેલા ગ્રીલરમા મૂકી ૧/૨ ટીસ્પૂન લૉ ફેટ માખણની મદદથી સૅન્ડવિચ બન્ને બાજુએથી કરકરી અને બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકી લો.
- બાકીની ૩ સૅન્ડવિચ રીત ક્રમાંક ૧ થી ૩ પ્રમાણે બનાવી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe