You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > સાંભર મસાલો
સાંભર મસાલો

Tarla Dalal
02 January, 2025
-11151.webp)

Table of Content
આ મધુર સુગંધ અને વિશિષ્ટ સ્વાદવાળો સાંભર મસાલો બહુ જ ટુંક સમયમાં તૈયાર કરી શકાય છે. અહીં જણાવેલી રીતમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, જેથી તમે તેને વધુ માત્રામાં બનાવીને લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકશો, અને જ્યારે જરૂર જણાય ત્યારે ઝડપથી સાંભર તૈયાર કરી શકશો. જો તમે આ મસાલો તાજો બનાવીને એ જ દીવસે તેનો ઉપયોગ કરવાના હો, તો મસાલાની વિવિધ વસ્તુઓ સાથે ૨ ટેબલસ્પૂન તાજા ખમણેલા નાળિયેરનો ઉપયોગ કરીને મસાલા પાવડર તૈયાર કરી શકો છો.
Tags
Preparation Time
2 Mins
Cooking Time
5 Mins
Total Time
7 Mins
Makes
1 કપ માટે
સામગ્રી
Main Ingredients
1 ટીસ્પૂન તેલ ( oil )
1 ટેબલસ્પૂન ચણાની દાળ (chana dal)
1 ટેબલસ્પૂન તુવેરની દાળ (toovar dal, arhar)
1 ટેબલસ્પૂન અડદની દાળ (urad dal)
1 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek (methi) seeds)
4 ટેબલસ્પૂન આખા ધાણા (coriander seeds)
8 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies)
1 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
15 to 20 લીંબુ (lemon)
વિધિ
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી બધી વસ્તુઓ મેળવી, ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા બધી દાળ થોડી હલકા બ્રાઉન રંગની બને ત્યાં સુધી શેકી લો. ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે તે સંપૂર્ણ ઠંડું થાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર તૈયાર કરો.
- તેને હવાબંધ પાત્રમાં મૂકી રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.