ગાજર, પાલક અને પાર્સલી જ્યુસ રેસીપી | ભારતીય ગાજર પાર્સલી જૂસ | ડિટોક્સ માટે પાલક ગાજર સેલરી જ્યુસ | Carrot Spinach and Parsley Vegetabe Juice
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 16 cookbooks
This recipe has been viewed 10508 times
ગાજર, પાલક અને પાર્સલી જ્યુસ રેસીપી | ભારતીય ગાજર પાર્સલી જૂસ | ડિટોક્સ માટે પાલક ગાજર સેલરી જ્યુસ | carrot, spinach and parsley juice recipe in gujarati | with 18 amazing images.
આ ઉત્તમ જ્યુસમાં વિવિધ શાક (ગાજર, પાલક, પાર્સલી અને સેલરી)નું સંયોજન છે જે રક્તમાં સાકરના પ્રમાણને દાબમાં રાખવા ઉપયોગી છે. ગાજર અને પાલકમાં જસત (zinc) હોય છે જે શરીરમાં એચ. ડી. એલ. (hdl) એટલે કે સારા કોલેસ્ટ્રોલના પ્રમાણમાં વધારો કરે છે અને રક્તમાં થતા ક્લોટને ઘટાડી ડાયાબિટીઝ ધરાવનારા માટે થતી હ્રદયની બીમારીને દાબમાં રાખવા ઉપયોગી થાય છે.
આમ આ ભારતીય ગાજર પાર્સલી જૂસમાં સારા પ્રમાણમાં રહેલા પોટેશિયમથી આ જ્યુસ ડાયાબિટીઝ ધરાવનાર માટે વરદાનરૂપ ગણી શકાય કારણ કે તેના વડે રક્તના ઉંચા દબાણ ધરાવનારાના શરીરમાં સોડિયમના સ્તરને સ્થિરતા મળે છે.
વિટામીક્સમાં ગાજર, પાલક અને પાર્સલી જ્યુસ- વિટામીક્સમાં ગાજર, પાલક અને પાર્સલી જ્યુસ બનાવવા માટે, ગાજર, પાલક, પાર્સલી, સેલરી, લીંબુનો રસ અને ૨ ૧/૨ કપ પાણી અને આઇસ ક્યુબ્સને ઉચ્ચ ગુણવત્તાની બ્લેન્ડર જારમાં (જેમ કે વિટામિક્સ) ભેગું કરો અને સ્મૂથ અને ફીણ ન થાય ત્યાં સુધી સારી રીતે બ્લેન્ડ કરો.
- તરત જ પીરસો.
જ્યુસરમાં ગાજર, પાલક અને પાર્સલી જ્યુસ- જ્યુસરમાં એક સમયે ગાજરના ક્યુબ્સ, સમારેલી પાલક, સમારેલી પાર્સલી અને સમારેલી સેલરી ઉમેરો અને બ્લેન્ડ કરી લો.
- લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- દરેક ૪ ગ્લાસમાં ૩ આઇસ-ક્યુબ્સ ઉમેરો અને તેના પર સમાન પ્રમાણમાં જ્યુસ રેડો. નોંધ કરો કે જ્યુસરમાં જ્યુસ બનાવતી વખતે અમુક માત્રામાં ફાઈબર ગુમાવશે.
- ગાજર, પાલક અને પાર્સલી જ્યુસને તરત જ પીરસો.
Other Related Recipes
1 review received for ગાજર, પાલક અને પાર્સલી જ્યુસ રેસીપી
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
September 07, 2013
Parsley and celery lend a very different taste to this juice. spinach and carrot give vitamin A and colour to the juice.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe