ક્રીસ્પી ચોકલેટ બોલ્સ ની રેસીપી | ચોકલેટ બોલ્સ | વેલેન્ટાઇન ડે ચોકલેટ ડેઝર્ટ | Crispy Chocolate Balls
તરલા દલાલ દ્વારા
Added to 72 cookbooks
This recipe has been viewed 4148 times
ક્રીસ્પી ચોકલેટ બોલ્સ ની રેસીપી | ચોકલેટ બોલ્સ | વેલેન્ટાઇન ડે ચોકલેટ ડેઝર્ટ | Crispy Chocolate Balls in Gujarati.
તમારા નાના બાળકોને ઘેર બનાવેલા ચોકલેટ બોલ્સ નો સ્વાદ ચખાડો. આ ક્રીસ્પી ચોકલેટ બોલ્સ માં મમરા અને મારી બિસ્કીટ સાથે તેને સ્વાદિષ્ટ અને મનપસંદ બનાવવા તેમાં જામ અને ચોકલેટ મેળવવામાં આવ્યા છે.
રંગીન વર્મિસેલી તેને એવા આકર્ષક બનાવે છે કે બાળકો તરત જ ખાવા લલચાશે. બાળકોને કેળા અને અખરોટના મફિન અને હોમ-મેડ સિનેમન રોલ પણ પસંદ આવશે.
Method- ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્એ ની રેસીપી બનાવવા માટે, એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં બિસ્કીટ અને મમરા સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી શેકી લો.
- તેને તાપ પરથી નીચે ઉતારી બીજા એક મિક્સ કરવા માટેના બાઉલમાં કાઢીને તેની મધ્યમાં ખાડું પાડી ઠંડું થવા દો.
- એક નાના નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં ધીમા તાપ પર જામને ૧ થી ૨ મિનિટ સુધી ગરમ કરીને પીગળાવી લીધા પછી ઠંડું થવા દો.
- હવે બીજા એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ ઉમેરી ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ પીગળાવેલી ચોકલેટ, જામ અને નાળિયેર ખાડા પાડેલા કુરમુરા-બિસ્કીટના મિશ્રણમાં રેડી સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડી તરત જ દરેક ભાગને ગોળ લાડવાનો આકાર આપી તરત જ વર્મિસેલીમાં રગદોળીને બોલની દરેક બાજુ પર તેનું આવરણ બની જાય તેમ ફેરવી લો.
- આ તૈયાર થયેલા બોલને કાગળના કપમાં મૂકી એકાદેક કલાક માટે બાજુ પર રાખો.
- તરત જ પીરસો.
Other Related Recipes
ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્ ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe