You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > રવા ઢોસા | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા |
રવા ઢોસા | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા |

Tarla Dalal
27 January, 2025


Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ રવો (સોજી) (rava / sooji)
2 ટીસ્પૂન મેંદો (plain flour , maida)
1/2 કપ દહીં (curd, dahi)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 ટેબલસ્પૂન સ્લાઇસ કરેલું નાળિયેર
2 ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન નાળિયેરનું તેલ (coconut oil) અથવા બીજુ કોઇપણ
લીંબુ (lemon) , પીરસવા માટે
લીંબુ (lemon) , પીરસવા માટે
વિધિ
- એક બાઉલમાં રવો, મેંદો, દહીં અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું ખીરૂ તૈયાર કરો.
- આ ખીરાને ઢાંકીને ગરમ જગ્યા પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી આથો આવવા માટે રાખી મૂકો.
- તે પછી તેમાં લીલા મરચાં, જીરૂ, નાળિયેર, કાજૂ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- જો જરૂરી જણાય તો તેમાં થોડું પાણી મેળવી ખીરૂ પાતળું કરી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટો અને પાણી પડવાથી થતો છણકો થાય તેની ખાત્રી કરી લો.
- તવા પર હલકા હાથે તેલ ચોપડીને કાંદા અથવા બટાટાની સ્લાઇસ વડે ઘસીને લૂછી લો.
- તે પછી તેની પર ૧/૨ કપ ખીરૂ પાથરી તવાને દરેક બાજુએ નમાવી વાંકુ વાળી ખીરૂ સરખી રીતે પાતળું ગોળાકાર થાય ત્યાં સુધી ફેરવી લો.
- હવે તેની ઉપર અને તેની કીનારીઓ પર થોડું તેલ રેડી ઢોસો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી વાળીને અર્ધ-ગોળાકાર કરી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે બીજા ૫ ઢોસા તૈયાર કરી તળેલી નાળિયેરની ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો.