You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > પંચકુટી દાળ
પંચકુટી દાળ

Tarla Dalal
02 January, 2025

Table of Content
નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
2 ટેબલસ્પૂન છલટીવાળી અડદની દાળ (chilkewali urad dal)
2 ટેબલસ્પૂન તુવેરની દાળ (toovar dal, arhar)
2 ટેબલસ્પૂન લીલી મગની દાળ (green moong dal)
2 ટેબલસ્પૂન ચણાની દાળ (chana dal)
2 ટેબલસ્પૂન મસૂરની દાળ
2 ટેબલસ્પૂન તેલ ( oil )
2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
50 મિલીમીટર તજ (cinnamon, dalchini)
4 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
4 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
2 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટીસ્પૂન લીંબુ (lemon)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
4 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
વિધિ
- બધી દાળને ધોઇને એક બાઉલમાં ભેગી કરીને ૧ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- એક પ્રેશર કુકરમાં ૧ કપ પાણી લઇ તેમાં બધી દાળ મેળવી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં રાઇ અને જીરૂ મેળવી લો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તજ, લસણ, આદૂ, લાલ મરચાં અને કડી પત્તાં મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
- તે પછી તેમાં ગરમ મસાલો, કોથમીર અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં રાંધેલી દાળ, મીઠું અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી, થોડા-થોડા સમયે વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.