You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > રોટી / પૂરી / પરોઠા > ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા
ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા

Tarla Dalal
02 January, 2025


Table of Content
એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કણિક માટે
2 1/4 કપ મેંદો (plain flour , maida)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
પૂરણ માટે
2 ટેબલસ્પૂન તેલ ( oil )
3/4 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1 3/4 કપ પાતળી લાંબી કાપેલી કોબી (shredded cabbage)
1 કપ બીન સ્પ્રાઉટ્સ
1 કપ ખમણેલું ગાજર
1 ટીસ્પૂન સોયા સૉસ (soy sauce)
1/2 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
મેંદો (plain flour , maida) , વણવા માટે
તેલ ( oil ) , રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- કણિકના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- કણિકના એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી તેની દરેક બાજુઓ વાળીને મધ્યમમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.
- ફરી તેને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી તેને શેકી લો.
- રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બીજા ૧૧ પરોઠા તૈયાર કરી લો.
- ચીલી-ગાર્લિક સૉસ સાથે તરત જ પીરસો.
- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેને સારી રીતે મિક્સ કરી, થોડા પાણી વડે બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બધા શાક ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સોયા સૉસ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા પૂરણના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.