You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > બંગાળી વ્યંજન > ઑરેન્જ સંદેશ
ઑરેન્જ સંદેશ

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ પનીરવાળી મીઠાઇ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગીમાં પ્રખ્યાત ખાટ્ટા ફળ, સંતરા, તેને તાજગી અને મસ્ત ખટ્ટાસ આપે છે, કે આ આકર્ષક ઑરેન્જ સંદેશની તમે ઉપેક્ષા જ નહીં કરી શકો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
2 કપ ખમણેલું પનીર
3/4 કપ સંતરાનો ક્રશ
2 ટેબલસ્પૂન દૂધ (milk)
1/2 કપ સંતરાની ચીરીઓ
વિધિ
- એક બાઉલમાં પનીર, ઑરેન્જ ક્રશ અને દૂધ મેળવીને મિક્સરમાં ફેરવી નરમ પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક પ્લેટમાં સમાન રીતે પાથરી લો.
- તે પછી તેની પર સંતરાની ફાંક પાથરી લો.
- તેને રેફ્રીજરેટરમાં ૩ થી ૪ કલાક જામી જવા માટે રાખી મૂકો.
- ઠંડું પીરસો.