You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > મલાઇ કોફ્તા કરી
મલાઇ કોફ્તા કરી

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી જશે જેથી તમારી સ્વાદની ઇંદ્રિયો જાગૃત થઇ જશે. આવા આ નરમ કોફ્તા સામાન્ય રીતે બનતા પનીરવાળા કોફ્તા કરતાં તાજા નાળિયેર અને બટાટા વડે બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત અહીં બનાવેલી ગ્રેવી ખરેખર જૂદી છે કારણ કે તે બહુ સૌમ્ય પણ નથી અને બહુ મસાલાવાળી પણ નથી અને તેમાં ઉમેરવામાં આવેલી મલાઇ અને ટમેટાનું પ્રમાણ એકદમ સંતુલીત છે. આ વાનગી કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
20 Mins
Total Time
40 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
કોફ્તા માટે
1/2 કપ ખમણેલું નાળિયેર (grated coconut)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
3 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
બ્રેડ ક્રમ્બ્સ , વાળવા માટે
તેલ ( oil ) , તળવા માટે
ગ્રેવી માટે
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
3/4 કપ ટામેટાનું પલ્પ
1 કપ દહીં (curd, dahi) , ૧/૨ કપ
3 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
1/2 કપ કોર્નફલોર , ૧ ટેબલસ્પૂન
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
2 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- પીરસતા પહેલા, ગ્રેવીને સરખી રીતે ગરમ કરી લો.
- તેમાં કોફ્તા મેળવી, હળવેથી મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
- એક બાઉલમાં નાળિયેર, લીલા મરચાં, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ નાળિયેરના સ્ટફીંગના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- એક બાઉલમાં બટાટા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ બટાટાના મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી લો.
- બટાટાના મિશ્રણના એક ભાગને તમારી હથેળીમાં ચપટું બનાવી તેની મધ્યમાં ખાડો પાડી તેમાં નાળિયેરના સ્ટફીંગનો એક ભાગ મૂકો.
- તે પછી તેની કીનારીઓ મધ્યમાં વાળીને પૂરણને બંધ કરીને તેને ગોળાકારનો આકાર આપો.
- આ બોલને બ્રેડ ક્રમ્બસ્ માં એવી રીતે ફેરવો કે તેની બધી બાજુ પર બ્રેડ ક્રમ્બસ્ નું આવરણ આવી જાય.
- આમ રીત ક્રમાંક ૫ થી ૭ મુજબ બાકીના ૧૧ કોફ્તા તૈયાર કરો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડા-થોડા કોફ્તા નાંખી, કોફ્તા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી સૂકા થવા માટે ટીશ્યુ પેપર પર કાઢી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ટમેટાનું પલ્પ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં દહીં-પાણીનું મિશ્રણ, ક્રીમ અને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મરચાં પાવડર, હળદર, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધીને બાજુ પર રાખો.