શેઝવાન ચોપસી ઢોસા ની રેસીપી | Schezuan Chopsuey Dosa, Mumbai Roadside Schezwan Dosa Recipe
તરલા દલાલ દ્વારા
Added to 137 cookbooks
This recipe has been viewed 6677 times
મુંબઇની પંચરંગી પ્રજાની પંચરંગી સંસ્કૃતિ માટે આ શેઝવાન ચોપસી ઢોસા એક અનોખી વાનગી છે.
સામાન્ય રીતે મસાલા ઢોસામાં બટાટાનું પૂરણ હોય છે, જ્યારે અહીં જીભને સ્વાદિષ્ટ લાગે એવું શેઝવાન ચોપસીનું પૂરણ અને સ્વાદનું સંયોજન મજેદાર વાનગી બનાવે છે. સાથે નૂડલ્સ અને રંગીન શાકનું પૂરણ ઢોસાને ભપકાદાર પણ બનાવે છે.
બીજી વિવિધ દક્ષિણ ભારતીય ઢોસા ની વાનગી પણ અજમાવો, તે છે રવા ઢોસા અને અડઇ.
શેઝવાન ચોપસી માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કોબી, ગાજર અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમૅટા કેચપ, ચીલી સૉસ, શેઝવાન સૉસ અને મીઠું ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં નૂડલ્સ અને લીલા કાંદાનો લીલો ભાગ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી (તેનો તરત જ છમ અવાજ આવશે) કપડા વડે સાફ કરી લો.
- હવે તેની પર ૧ કડછીભર ઢોસાનું ખીરૂં પાથરી ગોળ ફેરવી ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.
- તેની પર થોડું માખણ પાથરી મધ્યમ તાપ પર ઢોસો કરકરો અને ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી રાંધી લો.
- હવે તેની મધ્યમાં શેઝવાન ચોપસીના પૂરણનો એક ભાગ મૂકી ઢોસાને બન્ને બાજુએથી વાળી લો.
- રીત ક્રમાંક ૧ થી ૪ મુજબ બીજા ૩ ઢોસા તૈયાર કરો.
- નાળિયેરની ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો.
Other Related Recipes
શેઝવાન ચોપસી ઢોસા ની રેસીપી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
rp0260,
October 31, 2010
amazing recipe ,the dosas r perfect,& the whole family can eat lots of it
2 of 2 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe