You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > બંગાળી વ્યંજન > ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી
ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
એક સ્વાદિષ્ટ અને મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ વાનગીમાં દૂધ અને સંતરાનો ભિન્ન સ્વાદવાળી બે વસ્તુઓનું સંયોજન છે.
સંદેશ એક પૌરાણિક બંગાળી મીઠાઇ છે જેમાં સંતરાના સ્કવૉશનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને એક અલગ જ પ્રકારનો સ્વાદ મળે છે. અમે અહીં આ ક્વીક ઓરેન્જ સંદેશમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કર્યો છે, જેથી તમે તેને થોડા સમયમાં જ તૈયાર કરી શકો.
આ ઉપરાંત આ મીઠાઇની વધુ એક સારી વાત એ છે કે તમે તેને રેફ્રીજરેટરમાં ૩ થી ૪ દિવસ સુધી રાખી શકો છો, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેની મજા માણી શકો.
બીજી ઝટ-પટ મીઠાઇ પણ પણ અજમાવો જેમ કે કેસર પેંડા અને શ્રીખંડ .
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
5 ટીસ્પૂન સંતરાનો ઍસન્સ
2 ટેબલસ્પૂન સંતરાનો સ્કવૉશ
1 કપ ખમણેલું પનીર
2 ટેબલસ્પૂન પીસેલી સાકર
સજાવવા માટે
1 ટેબલસ્પૂન સમારેલી બદામ
1 ટેબલસ્પૂન સમારેલા પિસ્તા
વિધિ
- એક થાળીમાં બધી વસ્તુઓ ભેગી કરીને બહુ સારી રીતે તેને ગુંદીને સરસ મજાનું સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને એક બાઉલમાં મૂકી, તેને ફ્રીજરમાં ૧૫ મિનિટ સુધી રાખી મૂકો.
- તે પછી તેના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને હાથ વડે ગોળાકાર બનાવી થોડું હલકું દબાવીને તેની મધ્યમાં આંગળી વડે દબાવીને ખાડો પાડો.
- છેલ્લે તેને પીસ્તા-બદામ અને સંતરાની ચીરીઓ વડે સજાવી લો.
- આમ તૈયાર થયેલા સંદેશને રેફ્રિજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂક્યા બાદ પીરસો.