કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | Kesar Peda


દ્વારા

5/5 stars  100% LIKED IT    2 REVIEWS ALL GOOD

Added to 40 cookbooks   This recipe has been viewed 19048 times

કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | kesar peda in gujarati | with 26 amazing images.

કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો. અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને ૬ કલાક માટે ઠંડા પાડવા રાખવાના છે.

તેનું મિશ્રણ જ્યારે સંપૂર્ણ રીતે ઠંડું પડી જાય, ત્યારે તે કડક થઇ જશે પણ તેનો ભૂક્કો કરવાથી જોઇએ તેવું પણ બની જશે. આ કેસર પેંડા બનાવીને હવાબંધ બરણીમાં મૂકી ફ્રીજમાં રાખશો તો તે એક અઠવાડિયા સુધી તાજા રહેશે.

કેસર પેંડા રેસીપી માટેની ટિપ્સ: ૧. કેસર પેડાને ફ્રીજમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. તે ૨ દિવસ સુધી સારા રહે છે. પેંડાને બોક્સમાં ચોંટતા અટકાવવા માટે અમે કન્ટેનરમાં ફૉઇલ રાખ્યો છે. ૨. દરેક ભાગને એક ગોળ બોલના આકારમાં ફેરવો. પછી તેને તમારી હથેળીઓ વચ્ચે સહેજ સપાટ કરો. દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો. તમે સારા દેખાવા માટે છરી, કાંટો અથવા દોરાની મદદથી ઇન્સ્ટન્ટ કેસર પેંડા પર ક્રિસ ક્રોસ પેટર્ન બનાવી શકો છો. ૩. મિશ્રણને હળવા હાથે મિક્સ કરો અને કેસર પેંડા માટે અમારું મિશ્રણ તૈયાર છે. હળવે હાથે મિક્સ કરવું અગત્યનું છે અન્યથા માવામાંથી ઘી અલગ થઈ શકે છે. ૪. ૧/૨ કપ પીસેલી સાકર ઉમેરો. અમે પીસેલી સાકરનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે આ પેંડાના મિશ્રણમાં સમાનરૂપે ફેલાશે. તમે તમારી પસંદગી મુજબ માત્રા વધારી કે ઘટાડી શકો છો. ૫. ક્લિંગ ફિલ્મથી કવર કરો. કેસર પેંડા મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખો. . આ પેંડાને આકાર આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

Add your private note

કેસર પેંડા - Kesar Peda recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૫ પેંડા માટે
મને બતાવો પેંડા માટે

સામગ્રી

કેસર પેંડા માટે
૧/૪ ટીસ્પૂન કેસર
૨ કપ ભૂક્કો કરેલો માવો
૧ ટીસ્પૂન દૂધ
૧/૨ કપ પીસેલી સાકર
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર
વિધિ
કેસર પેંડા બનાવવા માટે

    કેસર પેંડા બનાવવા માટે
  1. કેસર પેડા બનાવવા માટે, એક નાના બાઉલમાં કેસર અને દૂધ ભેગું કરો, ખૂબ જ સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માવાને મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  3. મિશ્રણને થાળીમાં નાખો, તેને સમાનરૂપે ફેલાવો અને ૨૦ મિનિટ સુધી ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  4. સાકર, એલચી પાવડર અને કેસર-દૂધનું મિશ્રણ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.
  5. ક્લિંગ ફિલ્મથી કવર કરો અને મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખો.
  6. સારી રીતે મિક્સ કરો અને કણિક બનાવી લો.
  7. આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગના ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો.
  8. દરેક પેડા પર થોડું કેસર મૂકો અને હળવેથી દબાવો.
  9. ફરીથી ક્લિંગ ફિલ્મથી કવર કરો અને ૬ કલાક માટે અથવા પેડા દૃઢ થાય ત્યાં સુધી રિફ્રિજરેટમાં રાખો.
  10. કેસર પેડાને તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી ફ્રીજમાં રાખી મૂકો.
વિગતવાર ફોટો સાથે કેસર પેંડા ની રેસીપી

કેસર પેંડા જેવી અન્ય રેસીપી

  1. તે તમને કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | kesar peda in Gujarati | ગમે છે, પછી અમારી પેંડા / લાડુની રેસીપીઓના સંગ્રહને તપાસો. અહીં કેટલીક લોકપ્રિય પેંડાની રેસીપીઓ આપી છે.

કેસર પેડા કંઈ સામગ્રીથી બને છે?

  1. કેસર પેડા કંઈ સામગ્રીથી બને છે? ઇન્સ્ટન્ટ કેસર પેંડા ૧/૪ ટીસ્પૂન કેસર, ૨ કપ ભૂક્કો કરેલો માવો, ૧ ટીસ્પૂન દૂધ, ૧/૨ કપ પીસેલી સાકર, ૧/૪ ટીસ્પૂન એલચી પાવડરથી બનાવવામાં આવે છે.

માવો શું છે?

  1. માવો ફોટામાં છે એવો દેખાય છે.

કેસર-દૂધનું મિશ્રણ બનાવવા માટે

  1. એક નાના બાઉલમાં ૧ ટીસ્પૂન દૂધ નાખો.
  2. ૧/૪ ટીસ્પૂન કેસર ઉમેરો.
  3. સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો.

માવાને રાંધવા માટે

  1. એક ગરમ પહોળા નોન-સ્ટીક પેનમાં ૨ કપ (૧/૨ કિલો) ભૂક્કો કરેલો માવો મૂકો.
  2. મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  3. માવા મિશ્રણને એક મોટી થાળીમાં નાખો.
  4. તેને સ્પેટુલાની મદદથી સારી રીતે ફેલાવો અને ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી  અથવા જ્યાં સુધી મિશ્રણને હાથથી સરળતાથી સંભાળી શકાય ત્યાં સુધી ઠંડુ કરો.
  5. ૧/૨ કપ પીસેલી સાકર ઉમેરો. અમે પીસેલી સાકરનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણકે તે પેંડામાં સમાનરૂપે ફેલાશે. તમે તમારી પસંદગી મુજબ માત્રા વધારી કે ઘટાડી શકો છો.
  6. ૧/૪ ટીસ્પૂન એલચી પાવડર ઉમેરો.
  7. કેસર-દૂધનું મિશ્રણ ઉમેરો.
  8. હળવે હાથે મિક્સ કરો અને અમારું કેસર પેંડાનું મિશ્રણ તૈયાર છે. હળવે હાથે મિક્સ કરવું અગત્યનું છે નહીં તો માવામાંથી ઘી અલગ થઈ શકે છે.
  9. ક્લિંગ ફિલ્મથી કવર કરી દો. કેસર પેંડાના મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ કરો. આ પેંડાને આકાર આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
  10. કેસર પેંડાનું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે.
  11. હવે મિશ્રણમાંથી સરળતાથી કણિક તોયાર કરી શકાય છે. કણિક બનાવી લો. હળવે હાથે મિક્સ કરવું અગત્યનું છે નહીં તો માવામાંથી ઘી અલગ થઈ શકે છે. મિશ્રણ કણિકની જેમ બંધાયેલું હોવું જોઈએ.

કેસર પેંડા બનાવવા માટે

  1. મિશ્રણને ૧૬ સમાન ભાગોમાં વહેંચો.
  2. દરેક ભાગને એક ગોળ બોલના આકારમાં ફેરવો. પછી તેને તમારી હથેળીઓ વચ્ચે સહેજ સપાટ કરો. દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો. તમે સારા દેખાવા માટે છરી, કાંટો અથવા દોરાની મદદથી ઇન્સ્ટન્ટ કેસર પેંડા પર ક્રિસ ક્રોસ પેટર્ન બનાવી શકો છો.
  3. તમારા હાથને ઘીથી થોડું ગ્રીસ કરી લો. ગોળ સરળ આકાર મેળવવા માટે, પેંડાની બાજુઓને તમારી હથેળી પર ફેરવો.
  4. દરેક પેંડા પર થોડી કેસરની સેર મૂકો. હળવેથી નીચે દબાવો જેથી કેસર ચોંટી જાય.
  5. આપણા કેસર પેંડા અત્યારે ખૂબ જ નરમ છે. તેથી પેંડાને દૃઢ બનાવવા માટે તેને ક્લિંગ ફિલ્મથી લપેટીને ફ્રિજમાં મૂકો.
  6. ૬ કલાકમાં ફ્રિજમાંથી બહાર કાઢી લો. કેસર પેંડા એકદમ દૃઢ બની પીરસવા આપવા માટે સારા છે. શ્રેષ્ઠ પરિણામ માટે તેને આખી રાત ફ્રિજમાં ઠંડુ થવા દો.
  7. કેસર પેંડાને તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી ફ્રીજમાં રાખી મૂકો.

કેસર પેંડા માટેની ટિપ્સ

  1. કેસર પેડાને ફ્રીજમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. તે ૨ દિવસ સુધી સારા રહે છે. પેંડાને બોક્સમાં ચોંટતા અટકાવવા માટે અમે કન્ટેનરમાં ફૉઇલ રાખ્યું છે.
  2. દરેક ભાગને એક ગોળ બોલના આકારમાં ફેરવો. પછી તેને તમારી હથેળીઓ વચ્ચે સહેજ સપાટ કરો. દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો. તમે સારા દેખાવા માટે છરી, કાંટો અથવા દોરાની મદદથી ઇન્સ્ટન્ટ કેસર પેંડા પર ક્રિસ ક્રોસ પેટર્ન બનાવી શકો છો.
  3. મિશ્રણને હળવા હાથે મિક્સ કરો અને કેસર પેંડા માટે અમારું મિશ્રણ તૈયાર છે. હળવે હાથે મિક્સ કરવું અગત્યનું છે અન્યથા માવામાંથી ઘી અલગ થઈ શકે છે.
  4. ૧/૨ કપ પીસેલી સાકર ઉમેરો. અમે પીસેલી સાકરનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે આ પેંડાના મિશ્રણમાં સમાનરૂપે ફેલાશે. તમે તમારી પસંદગી મુજબ માત્રા વધારી કે ઘટાડી શકો છો.
  5. ક્લિંગ ફિલ્મથી કવર કરો. કેસર પેંડા મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખો.. આ પેંડાને આકાર આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.


Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

કેસર પેંડા
5
 on 01 Aug 19 07:30 PM


કેસર પેંડા
5
 on 07 Mar 17 05:46 PM


Only 30 minutes ma bani jati aa kesar peda ni recipe khub j easy che...hu aa recipe festival na time par mara ghare banv j chu ne je loko e aa peda test karya che e loko ne vishwash nathi thayo ke aa ghare banave la peda che ne pachi e loko a pan pota na ghare pakku aa peda recipe banvi che.thank you aa easy recipe share karva.