શ્રીખંડ | Shrikhand ( Gujarati Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 53 cookbooks
This recipe has been viewed 16589 times
સાદા દહીંનું સ્વાદિષ્ટ વાનગીમાં જાદુઇ રૂપાંતર એટલે શ્રીખંડ. જેમાં કોઇપણ રાંધવાની ક્રીયા થતી નથી એવી આ વાનગી રવિવારના જમણમાં, તહેવારની વાનગીઓની સૂચિમાં અને તે ઉપરાંત ઉપવાસની ફરાળી વસ્તુઓમાં એક આદર્શ પ્રમાણભૂત વાનગી તરીકે પીરસી શકાય છે. જો તમે તેને આગળથી તૈયાર કરી ફ્રીજરમાં રાખી મૂકશો તો તે લગભગ ૧૫ દીવસ સુધી તાજું રહી શકે છે. સ્વાદિષ્ટ શ્રીખંડ માટે તાજા દહીંનો જ ઉપયોગ કરવો.
Method- મલમલના કપડામાં દહીંને બાંધી, ઠંડી જગ્યા પર લગભગ ૩ કલાક સુધી ટીંગાડી રાખો અને ખાત્રી કરી લો કે દહીંમાંથી બધુ પાણી નીકળી ગયું છે.
- હવે આ ટંગાળેલા દહીંને કપડામાંથી એક બાઉલમાં કાઢી, તેમાં સાકર, કેસરનું મિશ્રણ અને એલચી પાવડર મેળવી, મિક્સ કરી હેન્ડ બ્લેન્ડર (hand blender) વડે મિશ્રણ સુંવાળું થાય ત્યાં સુધી વલોવી લો.
- પિસ્તા અને બદામની કાતરી વડે સજાવીને ઠંડું પીરસો.
વિવિધતા:- સ્ટ્રોબરી શ્રીખંડ
- રીત ક્રમાંક ૨ પર કેસર અને એલચી પાવડરની અવેજીમાં ૧ કપ સ્લાઇસ કરેલી સ્ટ્રોબરી ઉમેરવી.
- સાકરનું પ્રમાણ, સ્ટ્રોબરીની મીઠાસ પ્રમાણે સંતુલિત કરી લેવું.
Other Related Recipes
શ્રીખંડ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe